1. Home
  2. revoinews
  3. તેલ કંપની અરામકો પર થયેલા હુમલાની વિશ્વભરમાં અસરઃપેટ્રોલ-ડિઝલના ભાવમાં વધવાની શક્યતા
તેલ કંપની અરામકો પર થયેલા હુમલાની વિશ્વભરમાં અસરઃપેટ્રોલ-ડિઝલના ભાવમાં વધવાની શક્યતા

તેલ કંપની અરામકો પર થયેલા હુમલાની વિશ્વભરમાં અસરઃપેટ્રોલ-ડિઝલના ભાવમાં વધવાની શક્યતા

0
  • અરામકો ઓઈલ કંપની પર થયેલો હુમલો
  • હુમલાના કારણે તેલના ભાવના વધારો થયો
  • ઓઈલ ઉત્પાદન ઘટ્યું
  • પેટ્રોટ-ડિઝલ થયું મોંધુ
  • મોંધવારી પર હવે ડ્રોન હુમલાનો મોંધો માર પડશે
  • અરામકોનો ડ્રોન હુમલાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો

સાઉદી અરબની વિશ્વની સૌથી મોટી કાચા તેલની કંપની અરામકો પર ડ્રોન વડે થયેલા હુમલાના કારણે કેટલાક પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન ઘટ્યું છે, તે ઉપરાંત  હુમલાથી ઘણા મોટા પ્રમાણમાં તેલનું નુકશાન થયું છે,જેની સીધી અસર વિશ્વસ્તરે થયેલી જોઈ શકાય છે. હુમલા પછી ક્રૂડ આલના ભાવમાં વધારો નોંધાયો છે,જેના કરાણે દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે,શનિવારના રોજ થયેલા અરામકોમાં થયેલા હુમલાના કરાણે દિલ્હી સહીત ઘણી મહાનગરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો હતો  જો કે સોમવારના રોજ ફરી  ભાવ યથાવત જોવા મળ્યા હતા.

રાજઘાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 72.03 રુપિયા પ્રતિ લીટર છે ને ડીઝલ 65.43 રુપિયા પ્રતિ લીટર છે , કલકત્તાની વાત કરીએ તો ત્યા આજરોજ પેટ્રોલનો ભાવ 74.76 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલનો ભાવ 67.84 રુપિયા પ્રતિ લીટર છે,મુંબઈમાં પેટ્રોલ 77.71 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ 68.62 રુપિયા પ્રતિ લીટર છે, ચેન્નઈમાં પેટ્રોલ 74.85 રુપિયા પ્રતિ લીટર છે તો ડિઝલ 69.15 રુપિયા પ્રતિ લીટર છે

દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામ પાસેના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોઈડામાં આજે પેટ્રોલ 73.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 65.74 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.આ દરમિયાન, ગુરુગ્રામમાં પ્રતિ લિટર પેટ્રોલ 72.16 રૂપિયા અને ડીઝલ 64.83 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.