Site icon Revoi.in

અમેરિકાની થિંક ટેન્કે આયુષ્માન ભારત યોજનાના કર્યા વખાણ

Social Share

વોશિંગ્ટન : અમેરિકાની એક ટોચની થિંક ટેન્કે કહ્યું છે કે ભારતની મહત્વકાંક્ષી આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત સાર્વભૌમ સ્વાસ્થ્ય કવરેજની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પરંતુ સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તે નક્કરપણે કામ કરે અને ભારતીયોને સારી ગુણવત્તાવાળી દેખરેખ ઉપલબ્ધ કરાવે.

વોશિંગ્ટન ડીસી ખાતેના સેન્ટર ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ એટલે કે સીજીડી નામની એક થિંક ટેન્કના સંશોધકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ-જયના પ્રથમ વર્ષના વિશ્લેષણના આધારે કહ્યું છે કે કુલ મળીને પ્રયાસ સકારાત્મક રહ્યો છે. જો કે તેમણે પડતર અન ગુણવત્તા સાથે સંબંધિત કેટલાક પડકારોને પણ ગણાવ્યા અને કહ્યુ છે કે જો આનો સામનો કરવામાં નહીં આવે, તો આનાથી યોજનાની પ્રગતિ પાટા પરથી ઉતરી શકે છે.

સીજીડીના સીઓઓ અને અભ્યાસના લેખકોમાં સામેલ અમાંડા ગ્લાસમેને પીટીઆઈને જણાવ્યું છે કે મોદીકેયર (આયુષ્યમાન ભારત યોજના)ના કારણે કરોડો લોકો સ્વાસ્થ્ય સુવિધાનો લાભ લઈ રહ્યા છે, જેનાથી સરકાર દ્વારા નાણાંકીય રીતે પોષિત સ્વાસ્થ્ય વીમો લઈ રહેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને શરૂઆતના અનુમાન પ્રાણે આ સંખ્યા ઘણી વધારે છે.

રિપોર્ટ જાહેર થતા પહેલા ગ્લાસમેનનું કહેવુ છે કે અમે જોયું કે 50 કરોડથી વધારે લોકો હવે મોદીકેરના કવરેજ અથવા સરકાર પ્રાયોજીત કાર્યક્રમ માટે યોગ્ય છે. આ ઘણી શાનદાર સંખ્યા છે. પરંતુ પડતરને ઓછી કરવા અને ગુણવત્તામાં સુધારણા કરવા માટે હજી ઘણું બધું કરવાનું બાકી છે.