1. Home
  2. revoinews
  3. વીડિયોઃ- યૂપીમાં ઝાડ પર ચઢીને વાનરે કર્યો નોટોનો વરસાદ,પૈસા લૂંટવા ઉમટી પડ્યા લોકો
વીડિયોઃ- યૂપીમાં ઝાડ પર ચઢીને વાનરે કર્યો નોટોનો વરસાદ,પૈસા લૂંટવા ઉમટી પડ્યા લોકો

વીડિયોઃ- યૂપીમાં ઝાડ પર ચઢીને વાનરે કર્યો નોટોનો વરસાદ,પૈસા લૂંટવા ઉમટી પડ્યા લોકો

0

આમ તો આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે પૈસા ઝાડ પર નથી ઉગતા,એ પણ આપણે સાંભળ્યું છે કે પૈસા આસમાનમાંથી નથી ટપકતા,પરંતુ ઉત્તર પ્રદેશના બદાયૂંથી એક વીડિયો સામે આવ્યો છે ,આ વીડિયોમાં પૈસા આસમાનમાંથી ટપકી પણ રહ્યા છે અને પૈસા ઝાડ પરથી ઉડાવવામાં પણ આવી રહ્યા છે.

બદાયૂંની સહસવાન તહસીલ પરિષરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે, જ્યા વાનરોએ લોકોના નાકમાં દમ કરી નાખ્યો છે,એક ઝાડ પર વાનર નોટોથી ભરેલી બેગ લઈને ચઢી જાય છે અને પોતાની મર્જી મુજબ નોટોને ઉડાવી રહ્યો છે,જેને લઈને જાણે એમ લાગી રહ્યું છે કે પૈસાનો વરસાદ થી રહ્યો છે,પરંતુ  કી પૈસાનો વરસાદ નહોતો આ તો વાનરનું કારનામું હતું.આ વાનર કીની પૈસા ભરેલી બેગ છીનવીને ઝાડ પર ચઢી ગયો હતો ને ત્યાર બાદ ઝાડ પરથી પૈસા ઉડાવી રહ્યો હતો.

એક વ્યક્તિ પોતાની સંપત્તિનું ખતનામું કરાવવા માટે પૈસા ભરેલી બેગ લઈને  તહસીલ પરિસરમાં આવ્યો હતો,પરંતુ તેની થોડી જ લાપરવાહીથી તેને લાખોનું નુકશાન થયું હતું,એક વાનર તેમના હાથમાંથી બેગ છીનવી લઈને ઝાડપર ચઢી ગયો હતો અને પૈસા ઉડાવવા લાગ્યો હતો આ જોઈને પૈસા લૂંટવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી,

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.