1. Home
  2. revoinews
  3. પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે આ 70 વર્ષના વૃદ્ધ,તે માટે ભર્યુ કંઈક આવું પગલું
પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે આ 70 વર્ષના વૃદ્ધ,તે માટે ભર્યુ  કંઈક આવું પગલું

પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે આ 70 વર્ષના વૃદ્ધ,તે માટે ભર્યુ કંઈક આવું પગલું

0

હા, તમે જે વાચ્યું તે તદ્દન સાચું વાચ્યું છે, આ કોઈ મજાક નથી પરંતુ સાચી વાત છે,એક 70 વર્ષના વૃદ્ધ 24 વર્ષની રમતખેલાડી સાથે લગ્ન કરવા માંગે છે,તે માટે તેઓ કલેક્ટક કાર્યાલયમાં અરજી કરવા માટે પણ પહોંચી ગયા હતા,આ 24 વર્ષની યૂવતી કોઈ આમ યૂવતી નથી પરંતુ તે દેશની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ છે.કે જેણે દેશભરમાં અને વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે

તામિલનાડુના રામનાથપુરમ જીલ્લાના રહેવાસી 70 વર્ષના મલયસામીએ જીલ્લા કલેક્ટર કાર્યાલયમાં એક અરજી કરી છે,આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે,તેઓ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે. આ મલયસામીએ કાર્યાલયમાં એમ પણ કહ્યું કે,જો કલેક્ટર કાર્યાલય તે  માટે જરુરી વ્યવ્સ્થા ન કરી આપી તો તેઓ પીવી સિંધુનું અપહરણ કરી લેશે,તેમણે પીવી સિંધુના ફોટો સાથે પોતાનો ફોટો આપીને આવેદનપત્ર રજુ કર્યું છે.તેમાં જણાવ્યું છે કે તેમની ઈચ્છા પીવી સિંધુ સાથે જ લગ્ન કરવાની છે.

આ સમગ્ર ઘટના જીલ્લા કલેક્ટર દ્વારા આયોજીત સાપ્તાહિક બેઠક દરમિયાન બનવા પામી હતી,આ બેઠકમાં સામાન્ય વ્યક્તિ પણ આવી શકે છે અને પોતાની વાત રજુ કરી શકે છે,અને અરજી પણ કરી શકે છે.

આ 70 વર્ષીય મલયસામીએ એમ પણ કહ્યું કે,જ્યારે તે માત્ર 16 વર્ષની હતી ત્યારથી તેઓ સિંધુથી પ્રભાવિત છે ,તેઓ સિંધુના કરીયરથી પણ ખુબ પ્રભાવીત છે,અને તેઓ સિંધુને પોતાની જીવન સાથી બનાવવા માંગે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.