Site icon Revoi.in

‘ચોકીદાર ચોર હૈ’.. વાળા નિવેદન પર મિનાક્ષી લેખીની માગણી, સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને જનતાની માફી માંગવા જણાવે

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં રહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ વાળા નિવેદન પર સુનાવણી થઈ છે. આમા સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન અરજદાર મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ બિનશરતી રીતે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે. પરંતુ આના પહેલાના બે એફિડેવિટ દાખલ કર્યા હતા અને તેમા તેમણે લેખિતમાં ખેદ વ્યક્ત કર્યો હતો. મુકુલ રોહતગીએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીના માફીનામાને નામંજૂર કરે.

શુક્રવારે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા પર સુનાવણી કરીને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે કે શું રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી બંધ કરવામાં આવે અથવા નહીં..

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુકુલ રોહતગીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ નિર્દેશ આપે કે દેશની જનતાની સામે પોતાના નિવેદનો પર માફી માંગે. અરજદારના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ છે કે કોર્ટ રાહુલ ગાંધીને જનતાની માફી માંગવા માટે જણાવે, કારણ કે તેમણે જનતાને ગેરમાર્ગે દોરી છે. આ માગણી પર રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે અમે એફિડેવિટ દાખલ કર્યું છે, જેમાં બિનશરતી માફી માંગી છે. તેવામાં હવે આ મામલાની સુનાવણી બંધ કરવી જોઈએ.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે જે અમારું રાજકીય અભિયાન છે કે ચોકીદાર ચોર હૈ, તેને ચાલુ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ વાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે કે શું રાહુલ ગાંધીની વિરુદ્ધ અરજી દાખલ કરવા પર સુનાવણી બંધ કરવામાં આવે અથવા નહીં.