1. Home
  2. revoinews
  3. સાત માસમાં ખાંડનું ઉત્પાદન 3.21 કરોડ ટન પર પહોંચ્યું, નવો રેકોર્ડ બનવાની સંભાવના
સાત માસમાં ખાંડનું ઉત્પાદન 3.21 કરોડ ટન પર પહોંચ્યું, નવો રેકોર્ડ બનવાની સંભાવના

સાત માસમાં ખાંડનું ઉત્પાદન 3.21 કરોડ ટન પર પહોંચ્યું, નવો રેકોર્ડ બનવાની સંભાવના

0

ભારતીય સુગર મિલ સંઘ – ઈસ્માનું કહેવું છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબરથી શરૂ કરીને હાલના વર્ષે 3.3 કરોડ ટનની નવી રેકોર્ડ સ્તરની ઊંચાઈને સ્પર્શી શકે છે. હજી સુધી ઉત્પાદન ચાલુ નાણાંકીય વર્ષના પહેલા સાત માસમાં 3.21 કરોડ ટન સુધી પહોંચ્યું છે.

2017-18ના નાણાંકીય વર્ષ દરમિયાન દેશનું શુદ્ધ ખાંડ ઉત્પાદન પોતાનો એક નવો રેકોર્ડ હતો. તે વખતે ખાંડનું ઉત્પાદન 3.25 કરોડ ટન સુધી પહોંચી ગયું હતું. ઈસ્માના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે ઉત્પાદન પહેલા જ ત્રણ કરોડ 21 લાખ ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે 30 એપ્રિલ સુધી માત્ર 100 મિલો જ ચાલુ રહી છે.

દરમિયાન સંગઠને સંકેત આપ્યા છે કે હવામાનના કારણે ઓછા વરસાદવાળા મુખ્ય રાજ્યોની જેમ શેરડીનું ઓછું ઉત્પાદન થવું અને ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધવાને કારણે 2019-20માં તેના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે.

આ વર્ષે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 112.65 લાખ ટન ઉત્પાદન થયું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 107 લાખ ટન અને કર્ણાટકમાં 43.20 લાખ ટન ઉત્પાદન થયું છે.

બજારમાં ખાંડની વધુ આવક પર સરકાર તેની કિંમતમાં ઘટાડો લાવી શકે છે. સરકારે ઉત્પાદકોને વધુમાં વધુ નિકાસ કરવા માટે પ્રોત્સાહીત કર્યા છે. હાલ ભારતમાં ખાંડની માગણી માત્ર 26 મિલિયન ટન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.