
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની વાતને લઈને એનસીપી અને કોંગ્રેસના સૈધ્ધાંતિક રીતે સહમત હોવાના શિવસેનાના દાવાની અટકળો વચ્ચે AIMIMએ કહ્યું કે,તેમના બે ઘારાસભ્યો શિવસેના-કોંગ્રેસ સરકારને સમર્થન નહી આપે,તેમણે ટ્વિટ કર્યું છે કે. “મહારાષ્ટ્રમાં AIMIMના બે ઘારાસભ્યો છે અને અમે શિવસેના-કોંગ્રેસ સરકારનું સમર્થન નહી કરીએ, આ અંગે ખુબજ જલ્દી રાજ્યપાલને પત્ર મોકલવામાં આવશે”.
શિવસેનાએ સોમવારના રોજ દાવો કર્યો હતો કે,મહારાષ્ટ્રમાં એનસીપી કોંગ્રેસ તેમન સરકારને ટેકો આપવા માટે સૈઘ્ઘાંતિક રીતે તૈયાર છે,પરુંત તેઓને રાજ્યપાલ દ્રારા નક્કી કરેલા સમયની અંદર આ બન્ને પક્ષ પાસેથી સમર્થમ મળ્યું નહોતું,તે સાથે જ રાજ્યપાલે શિવસેનાને 3 દિવસનો વઘુ સમય આપવા માટે મનાઈ ફરમાવી છે.
શિવસેનાના ઘારાસભ્ય આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના ઘારાસભ્ય રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા,આ મુલાકાત દરમિયાન શિવસેનાએ વધુ સમયની માંગણી કરી હતી,ત્યારે રાજ્યપાલે સાફ ઈનકાર કર્યો,તે સાથે સરકાર બનાવવા માટે એનસીપીના નેતા અજીત પવારને સરકાર બવાનના માટે રાજભવનમાં બોલાવ્યા.
શિવસેનાના ઘારાસભ્ય આદિત્ય ઠાકરેએ રાજ્યપાલ સાથેની મુલાકત પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે,”અમે રાજ્યપાલને કહ્યું કે મારી પાર્ટી સરકાર બવાનના માટે તૈયાર છે,પરંતુ હજુ અમને 2 દિવસનો વધુ સમય જોઈએ છે,જો કે રાજ્યપાલે અમને સમય આપવાની સાફ ના પાડી દીધી છે,મહારાષ્ટ્રની બીજી પાર્ટીઓ સાથે શિવસેનાની વાતચીત ચાલુ જ છે.પરંતુ તેમનું સમર્થન પત્ર મેળવવામાં થોડો સમય લાગશે”.
ત્યારે બીજી બાજુ એનસીપીના અઘ્યક્ષ જયંત પાટિલે એનસીપી પોતાના સહયોગી પક્ષ કોંગ્રેસ સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે અને મંગળવાર રાતના 8-30 વાગ્યા સુઘીમાં રાજ્યપાલ કોશ્યારીને મળશે,જો કે પાટિલે સરકાર બનાવવાની વાતને લઈને કોઈ વાતચીત કરી નહોતી.ત્યારે હવે જવું રહ્યું કે મહારાષ્ટ્રની સરકાર બનવામાં કોને સફળતા પ્રાપ્ત થશે.