1. Home
  2. revoinews
  3. શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી
શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી

શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી

0

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અંશુલ મીરા કુમારને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે,કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયાએ શર્મિષ્ઠા અને અંશુલની નિયૂક્તિ માટે લીલીઝંડી બતાવી હતી.આ પહેલા શર્મિષ્ઠા દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હતા.

આ સમયગાળા વચ્ચે મધ્ય પ્રદેશમાં મુખ્ય મંત્રી કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો વચ્ચે પ્રદેશમાં પાર્ટીના નવા અધ્યક્ષને લઈને ચાલી રહેલા વિવાદ વકર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બન્ને નેતાઓને મંગળવાર અને બુધવારે એક બેઠક મટે બાલાવ્યા છે,જો કે સોનિયા ગાંધીએ આ બન્ને નેતાઓને મળવા માટે અલગ લગ બોલાવ્યા છે જેમાં સિંધિયાને મંગળવારે તો બુધવારે કમલનાથને બોલાવ્યા છે.

સોનિયા ગાંધી મધ્ય પ્રદેશમાં તેવો અધ્યક્ષ ઈચ્છે છે કે જેને આ બન્ને નેતાઓનું સમર્થન હોય,જો કે તે અસંભવ છે. સિંધિયાના સમર્થકો સામે આવી રહ્યા છે,સૌથી પહેલા દતિયા જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ અશોક દાંગીએ ચેતવણી આપી છે કે જો સિંધિયાને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ન બનાવ્યો તો તેઓ રાજીનામું આપી દેશે ત્યાર બાદ મુરેના જીલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ રાકેશ મવાઈ પણ તેમના સમર્થનમાં આવ્યા હતા.

એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દાંગીએ કહ્યું કે,”કોંગ્રેસના પ્રદેશ ઈકાઈ ના કેટલાક નેતા સિંધિયાની લોકપ્રિયતા પચાવી શક્યા નથી,અને તેમને મધ્ય પ્રદેશથી બહાર રાખવા માટે સાઝિશ રચી રહ્યા છે, કેટલાક લોકો માની રહ્યા છે કે આ બધુ સિંધિયાની પરવાનગીથી થયું છે,સિધિયા પોતે રેસમાં છે જો કે તેમણે પોતે નથી કહ્યું પરમતુ તેમના સમર્થકોએ તેમની માંગ કરવાવાળા પોસ્ટરો લગાવી દીધા છે”,

જો કે પ્રેદશની રાજનીતિમાં એક અનેય કેન્દ્ર દિગ્વિજય સિંહ સિંધિયાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવાના વિરોધમાં છે,જેનાથી કમલનાથનું કામ સરળ બની રહ્યું છે, સુત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી એક આદિવાસી પ્રેદશ અધ્યક્ષ બનાવવા માંગે છે જેનાથી સિંધિયાના પ્રદેશ અધ્યક્ષ બનવાના સપના આપમેળે જ તૂટી જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.