1. Home
  2. revoinews
  3. વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી
વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી

વિસ્થાપિત કશ્મીરી પંડિતોને જોડતો કમ્યૂનિટિ રેડીયો ‘શારદા’, સમસ્યાઓને પહોંચાડે છે સરકાર સુધી

0

શારદા’ રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

શારદા’ રેડિયો કશ્મીરી પંડિતોને પોતાની સંસ્કૃતિથી જોડે છે

લુપ્ત થતી સંસ્કૃતીને જાળવી રાખવા શરુ કરાયો હતો આ રેડિયો

યુવા પેઢીઓને પોતાના વારસાથી માહિતગાર કરે છે શારદા રેડિયો

2011માં શરુ કરવામાં આવ્યો હતો

સરકાર સુધી લોકોની વાત પહોચાડે છે

એનજીઓ ‘પીર પંજાલ’ દ્વારા શારદા રેડિયો શરુ કરવામાં આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરઃ- વિતેલી સદીના નવમા દાયકામાં કાશ્મીરથી વિસ્થાપિત થયેલા લાખો પંડિતો જમ્મુ સહિત દેશના વિવિધ સ્થળોએ સ્થાયી થયા હતા.જેઓનો સાંસ્કૃતિક વારસો પાછળ રહી ગયો હતો,પંડિતોના સાંસ્કૃતિક વારસાને  લુપ્ત થવાથી બચાવવા માટે, સમુદાય રેડિયો ‘શારદા’ ની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં આ રેડિયોને બે રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ સમુદાય રેડિયોની શરૂઆત 2011માં એનજીઓ મારફત જમ્મુથી કરવામાં આવી હતી, ‘પીર પંજાલ’ દ્વારા શરુ કરવામાં આવેલો  રેડિયો આજે  કાશ્મીરી પંડિતોનો અવાજ બની ચુક્યો છે.

ત્રણ દાયકા પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રાસથી પંડિત સમુદાયે પોતાના વતનને છોડવું પડ્યું હતું,વિસ્થાપનના દર્દ સાથે લાખો પંડિતોના પરીવારો અહીથી સ્થળાંતર કરી ગયા હતા,તેઓની સંસકૃતિની ઓળખ પર જાણે ખતરો મંડાય રહ્યો હતો,પંડિત સમુદાયના વૃદ્ધોને પોતાની વર્ષો જુની સંસ્કૃતિ લુપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા જેના કારણે તેમની ચિંતાઓ વધી ગઈ હતી,પરિસ્થિતી થોડી સુધરતાની સાથે કેટલાક પંડિતો પોતાની લુપ્ત થતી સંસકૃતિને બચાવવા માટે આગળ આવ્યા અને કેટલાક પંડિતોએ મળીને ‘પીર પંજાલ’ નામનું ગેર સરકારી સંગઠન બનાવ્યું અને તેમના પ્રયત્નો શરુ કર્યા,જમ્મુમાં 5 ડીસેમ્બર 2011ના રોજ આ સંગઠન દ્વારા સામુદાયિક રેડિયો ‘શારદા’ની સ્થાપના કરવામાં આવી, કે જેના માધ્યમથી લુપ્ત થતી પંડિત સંકૃતિને બચાવવાના પ્રયત્નો શરુ કરાયા.

રેડિયોના સ્થાપક અને સંગઠનના પ્રધાન રોમેશ હંગલૂએ જણાવ્યું કે, ‘ધ્યેય હતો કે જમ્મુમાં વસેલા પંડિતોને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખીયે,અમે એક કાર્યક્રમ શરુ કર્યો-વાંગૂજવોર.આ શબ્દનો અર્થ થાય છે કે ,’ઘર છોડીને રસ્તા ઉપર રહવું’.આ કાર્યક્રમના માધ્યમથી અમે કશ્મીરી પંડિતોના દુખ અને ફાયદાની વાતો શરુ કરી,રોજના અનેક મુદ્દાઓની સાથે સાથે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો પર ચર્ચા વિચારણા શરુ કરી, સમાજના લોકો પોતાના સમક્ષ તેમના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરીને સમાધાનની વાતો પર ધ્યાન આપતા.”

તેમણે વધુમાં કહ્યુ હતુ કે “અમારા આ કાર્યક્રમની શરૂઆત અને સફળતા રાષ્ટ્રીય લેવલ સુધી પહોચી અને ચર્ચાનો વિષય બની,ગયા અઠવાડિયે સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કશ્મીરી સંસ્કૃતિના સંરક્ષણ માટે શરુ કરવામાં આવેલા અમારા કાર્યક્રમ, અમારા સામુદાયિક રેડિયોને બે રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માન કરવામાં આવ્યા છે, સ્થાનિક સ્તર પર ફંડ એકત્રિત કરીને આ રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી,લોકો આ રેડિયો સાથે જોડાયા,આ માટે વિસ્થાપિત પંડિતો તરફ ધ્યાન કેન્દ્રીત કરવા  સિવાઈ પણ પંજાબી અને ડોગરી ભાષામાં પણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા, જેના કારણે અન્ય વર્ગના લોકો પણ તેની સાથે જોડાય શકે અને જોડાયા પણ.”

રમેશ હિંગલે દાવો કર્યો કે કલમ-370 હટાવ્યા બાદ પોતાના ઘરથી દુર રહેતા કેટલાક કશ્મીરીઓએ ખીણ વિસ્તારમાં રહેતા પોતાના સગા સંબંધીઓની ખબર અંતર પૂછવા અમારા રેડિયો સ્ટેશનનો સંપર્ક કર્યો હતો,2014માં પણ કાશ્મીરમાં આવેલા પૂરમાં પણ લોકો માહિતી મેળવવા આ રેડિયો સ્ટેશનની મદદ લેતા હતા.

સમસ્યાઓને સરકાર સુધી પહોચાડે છે………

શારદા રેડિયોના સ્થાપક રમેશ હંગલૂનું કહેવું છે કે,તેમને આશા નહોતી કે,એક દિવસ આટલી મોટી સફળતા પ્રાપ્ત થશે,તેઓ ત્યાના લોકોની નાની-નાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે,જેના પરિણામો આજે આપણી સામે જ છે.

આ રીતે કરી રહ્યા છે સંસ્કૃતિનું રક્ષણ………..

જમ્મુમાં વસવાટ કરી રહેલા વિસ્થાપિત પંડીતોના ઘરોમાં જઈને તેમની સંસ્કૃતિ વિશે વાતચીત કરવામાં આવે છે,તે યુવા પેઢી કે જે કાશ્મીરમાં નથી રહી શકી,તે પોતાની સંસ્કૃતિને જાણી શકે,સમજી શકે અને તેને વધારવાનું કામ કરે, તેજ તેમનો ધ્યેય છે.


90.4 ફ્રીક્વેંસી પર કાર્યરત છે જે 104 દેશ સુધી પહોચે છે……….

આ રેડિયા 90.4 ફ્રીક્વેંસી પર સાંભળી શકાય છે,આ રેડિયો સ્ટેશનનો વિસ્તાર 20 કિલો મિટર સુધી સિમિત છે ,પરંતુ ઈંટરનેટના માધ્યમથી આ ર્ડિયોના કાર્યક્રમ 104 દેશમાં સાંભળી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.