Site icon Revoi.in

SBIને 2018-19ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 838 કરોડ રૂપિયાનો ફાયદો

Social Share

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો એકલ શુદ્ધિ લાભ 2018-19ના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળામાં 838.40 કરોડ રૂપિયા રહ્યો હતો. 2017-18ના ત્રિમાસિક સમયગાળામાં તેને 7718.17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. દેશની સૌથી મોટી બેંકની કુલ આવક 2018-19ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં 10.6 ટકા વધીને 75670.50 કરોડ રૂપિયા રહી હતી. ફસાયેલા કર્જ અથવા એનપીએનું સ્તર નીચે આવવાથી બેંકને નફો થયો હતો.

રેગ્યુલેટરી ફાઈલિંગમાં બેંક તરફથી જણાવવામાં આવે છે કે 2018-19ના માર્ચના ત્રિમાસિક સમયગાળામાં કંપનીની આવક 11 ટકાના વધારા સાથે 75670.50 કરોડ રૂપિયા રહી, જ્યારે ગત વર્ષની સમાન અવધિમાં 68436.06 કરોડની આવક થઈ હતી.

આખા નાણાંકીય વર્ષ- 2018-19માં બેંકને 3069.07 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો છે. જ્યારે 2017-18માં બેંકને 4187.41 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બેંકની કુલ આવક પણ નાણાંકીય વર્ષ 2018ના મુકાબલે 3.01 લાખ કરોડ રૂપિયાથી વધીને 3.30 લાખ કરોડ રહી હતી.

આ સમયગાળામાં એસબીઆઈની લોનની ગુણવત્તામાં સુધારો નોંધવામાં આવ્યો હતો. માર્ચ-2019ના આખર સધીમાં બેંકની સફળ એનપીએ ઘટીને કુલ કર્જના 7.53 ટકા જેટલી હતી. માર્ચ-2018ના આખરમાં એસબીઆઈની સકલ એનપીએ 10.91 ટકા હતી. તે વખતે શુદ્ધ એનપીએનું સ્તર પણ ઘટીને 3.01 ટકા રહ્યું હતું. એક વર્ષ પહેલા તે 5.73 ટકા રહ્યું હતું.