1. Home
  2. revoinews
  3. લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”
લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”

લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”

0

ગુરુવારના રોજ લડાખ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતુ,,કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યા પછી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે “હું પાકિસ્તાનને પૂછવા માંગુ છે કે,કાશ્મીર ક્યારે તમારુ હતુ? કે તેને લઈને તમે રડી રહ્યા છો, પાકીસ્તાન બન્યુ તેના વજુદનું અમે સમ્માન કરીયે છીએ, પરંતુ કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ હક નથી”

રાજનાથ સિંહે કહ્યું કે સત્ય  છે કે પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયગેસર કબ્જો છે,પાકિસ્તાનને પીઓકેમાં માનવ અધિકારોના ઉલ્લંધન અને અત્યાચારો પર ધ્યાન આપવું જોઈએ.અમારા દેશની સંસદમાં ફેબ્રુઆરી 1994માં એક  સર્વમત પ્રસ્તાવ રજુ કર્યો હતો જેમાં ભારતની સ્થિતી સંપુર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે.

રાજનાથ સિંહએ જે વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ જેમાં ઊંચાઈ વાળા ક્ષેત્રમાં ઉપજવાળી ઉગાડવા માટે યોગ્ય પાક અને અનાજનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી રાજનાથ સિંહની આ પહેલી મુલાકાત છે.

આ વિજ્ઞાન મેળાનું આયોજન ડિફેંસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાર્ડ એલ્ટીટ્યૂટ રિસર્ચ તરફથી કરવામાં આવ્યું હતું.રક્ષામંત્રાલયના એક વરિષ્ટ અધિકારે કહ્યું કે  કાર્યક્રમનું આયોજન લડાખના સ્થાનિક લોકો સાથે મળીને કૃષિ ટેકનોલૉજીને વિકસીત કરવા માટે કરવામાં આવ્યું છે.

સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના વિકસિત કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં જે ઉચાઈ વાળા વિસ્તારોમાં હવામાનની સ્થિતિનો સામનો કરવા સક્ષમ છે તેવા અનાજ, ફળો અને બીજનું પ્રદર્શન કરવામાં આવ્યુ છે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published.