1. Home
  2. revoinews
  3. શરદ પવારની ઈડીની પુછપરછ પર રાહુલે સરકારને ઘેરી-આ મામલાને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો
શરદ પવારની ઈડીની પુછપરછ પર રાહુલે સરકારને ઘેરી-આ મામલાને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો

શરદ પવારની ઈડીની પુછપરછ પર રાહુલે સરકારને ઘેરી-આ મામલાને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો

0
  • એનસીપી નેતા શરદ પવારના સમર્થનમાં રાહુલ ગાંધી
  • સંજય રાવત પણ તેમના સમર્થનમાં
  • રાહુલે કહ્યું – આ રાજકીય તકવાદ છે
  • રાહુલે સરકાર પર સાધ્યું નિશાન
  • ઈડીના સામે શરદ પવાર થશે હાજર
  • શિવસેનાના સાંસદે શરદ પવારને રાજનીતિના ભીષ્મ પિતામહ કહ્યા

શિવસેના સાસંદ સંજય રાવત પછી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના સમર્થનમાં આવ્યા છે.રાહુલ ગાઁધીએ કહ્યું કે,મહારાષ્ટ્રમાં ચૂંટણીના એક મહિના પહેલા આ પ્રકારની કાર્યવાહી રાજકીય તકવાદનું પુનરાવર્તન છે.તેમણે કહ્યું કે,સરકાર દ્વારા નિશાનો બનાવવામાં આવેલા શરદ પવાર વિપક્ષના એક નવા નેતા છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે,મહારાષ્ટ્રની ચૂંટણીના એક મહિના પહેલા આ પ્રકરની કાર્યવાહી રાજકીય તકવાદનું પુનરાવર્તન છે,આજ રોજ શરદ પવાર સાથે ઈડી દ્વારા પુછપરછ કરવામાં આવનાર છે,ત્યારે આ વાતનો કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધને ધ્યાનમાં રાખતા મુંબઈના મલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીના કાર્યાલયની સપાસ ઘારા 144 લાગુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શિવસેના સાંસદ સંજય રાવતે એનસીપીના નેતા શરદ પવારનું સમર્થન કરતા તેમણે પવારને ભારતની રાજનીતિના પિતામહ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે બેંકમાં ગડબડને લઈને ઈડીએ એફઆરઆઈમાં પવારના નામનો ઉલ્લેખ કર્યો છે, તે બેંકમાં તેઓ ક્યારેય કોઈ પણ પદ પર નિયુક્ત હતા જ નહી,સંજય રાવતે વધુમાં કહ્યું કે, શરદ પવારથી મારી  પાર્ટી અને પાર્ટીની વિચારધારા અલગ છે, પરંતુ હું તે ચોક્કસ કહીશ કે ઈડીએ તેમના સાથે જે કર્યું તે ખોટુ છે.

શરદ પવાર શુક્રવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલયમાં હાજર રહેશે. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે લગભગ 7 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પવાર અને તેમના ભત્રીજા અજીત પવારનું નામ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક લિમિટેડના કરોડોના કૌભાંડના મામલામાં દાખલ કર્યું હતું, જેના સંદર્ભની પુછપરછમાં તેઓ ઇડીના કાર્યાલયમાં હાજર રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.