1. Home
  2. revoinews
  3. કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક
કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક

કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક

0

કાશ્મીરમાંથી કલમ 370 અસરહિન થતા પાકિસ્તાન સતત ભારતની શાંતિ ભંગ કરવાપર તૂલ્યુ છે, 370 અસરહિન થયાના થોડા દિવસોમાં જ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે પોતાની સેનાના પ્રમુખ કમર બાજવા તરફથી બયાન આપ્યુ હતુ કે “પાકિસ્તાને કલમ-370ને ક્યારેય માન્યતા નહોતી આપી,પરંતુ તે ઉપરાંત પણ ત્યા આ નિર્ણયને લઈને હાહાકાર મચ્યો છે”.

ત્યાર બાદ પાકિસ્તાને એક પછી એક ભારત સામે પગલાં લીધાં જેમાં ઘણા આત્મઘાતી પણ હતા. પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધો ઘટાડવાનો નિર્ણય લીધો અને તેના રાજદૂતો અને ઉચ્ચ કમિશનરોને પાછા બોલાવી લીધા, દ્વિપક્ષીય વેપાર અને ભારતીય ફિલ્મો અને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો, આટલાથી પાકિસ્તાનને સંતોષ ન થતા આગળ તેઓ એ  લાહોરથી નવી દિલ્હી સુધી ચાલતી સમજોતા એક્સપ્રેસ પર પણ રોક લગાવી. તે ઉપરાંત પાકિસ્તાનમાં ભારત માટે તેના હવાઈ મથક બંધ કરવાની માંગ પણ ઉઠવા પામી છે.

બુધવારના રોજ એટલે કે 5મીસપ્ટેમ્બરના રોજ, જ્યારે સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશ મંત્રીઓએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ તેને પોતાનો રાજકીય વિજય કહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ વાતની વાસ્તવિકતા થોડા સમયમાં જ સામે આવી હતી. યુએઈએ પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે “કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમાં મુસ્લિમ વિશ્વને ખેંચવાનો કોઈ પ્રયાસ કરવો જોઈએ નહીં. કાશ્મીર અંગે ભારત વિરોધી નિવેદન સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશ મંત્રીઓ તરફથી ક્યારેય આપવામાં આવ્યું નથી”.

આ કૂટનીતિ હુમલા માટે પાકિસ્તાને ભારત વિરુદ્ધ આંતરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યો પરંતુ પાકિસ્તાન વિશ્વને તેના પક્ષમાં લાવવામાં નિષ્ફળ રહ્યું ,કોઈ પણ દેશ તરફથી પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દે સમર્થન મળ્યું નહી,પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદે સૌથી પહેલા પોતાના કાયમી મિત્ર ચીન સાથે હાથ મિલાવી ચીનની મુલાકાત કરી,ચીને પોતાના ફાયદા જોયા અને તેને સમર્થન આપ્યું.

વાત જાણે એમ છે કે ચીનનો પણ કાશ્મીરના કેટલાક વિસ્તારો પર કબ્જો છે,અને તે કારણથી જ ચીને સંયૂક્ત રાષ્ટ્રમાં કાશ્મીરના મુદ્દે બંધરુમમાં ચર્ચા કરવાની માંગ કરી ,વર્ષ 1995 પછી પ્રથમ વખત સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠવા પામ્યો,જો કે આ  વાતથી પણ ચીન અને પાકિસ્તાનને કોઈ મોટી સફળતા મળી નહોતી કારણે કે બાકીના દેશો ભારતની મિત્રતા અને વેપારીક સંબંધને જોઈને ભારતના પક્ષમાં જ રહ્યા હતા.

ચીન પોતે હાલમાં  હોંગકોંગના વિરોધ પ્રદર્શનોમાં ઘેરાયેલું છે અને શિનજિયાંગમાં મુસ્લિમ વસ્તી પર થતા દમન માટે તેની ટીકા થઈ રહી છે, તેથી ચીન પાસે પણ હાલ કાશ્મીર મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નથી. યુએનના એક રાજદૂતે યુએન સુરક્ષા પરિષદના અધિવેશનને કાઉન્સિલ દ્વારા સૌથી ખરાબ સ્તરની કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે પરિષદના સભ્યો કાશ્મીર અંગે કોઈ પ્રેસ નિવેદન પણ આપી નહોતા શકયા

સંયૂક્ત રાષ્ટ્રીય પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી ભારતના જૂના મિત્ર રશિયાએ ભારતને સમર્થન આપ્યું અને કાશ્મીરના મુદ્દાને બન્ને પક્ષનો આંતરીક મામલો ગણાવ્યો, યૂરોપીયન યૂનિયનના વિદેશ નીતિના પ્રમુખ અંગ યૂરોપિયન એક્સટર્નલ એક્શન સર્વિસે પણ હતાશાત્મક રવૈયો અપનાવ્યો અને આ ક્ષેત્રમાં તણાવ ઘટાવવાની વાત પર જોર આપ્યું ,ફ્રાંસે યુએનએસસીમાં ખુલ્લેઆમ ભારતને સમર્થન આપ્યું. આ જ કારણ છે કે ઘણા વિશ્લેષકો હવે રશિયાને બદલે ફ્રાન્સને ભારતના નવા મિત્ર તરીકે ગણાવી રહ્યા છે. જો કે, યુએનએસસીમાં બ્રિટને કાશ્મીર અંગે નિવેદન જાહેર કરવાની ચીનની માંગણીનું સમર્થન કર્યું હતું. બ્રિટનમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયોના લોકો મોટી સંખ્યામાં વસે છે, આવી સ્થિતિમાં બ્રિટન સામે  ઘરના બન્ને સમુદાયો વચ્ચેના તણાવનો સામનો કરવો એ એક પડકાર છે જોકે, બ્રિટીનના કુલીન વર્ગમાંથી ભારતને મજબૂત સમર્થન મળે છે

કાશ્મીર પર મધ્યસ્થતાનો પ્રસ્તાવ મુકનારા અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જ્યારે ફ્રાંસમાં જી-7 સમિટમાં પીએમ મોદીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે ,પરિસ્થિતિ મોદીના નિયંત્રણમાં છે અને મને વિશ્વાસ છે કે તેઓ તેને સંભાળી લેશે,ટ્રેંપે વધુમાં કહ્યું કે ,કાશ્મીર મુદ્દો તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વીપક્ષીય મામલો છે.

પાકિસ્તાનને સૌથી માટો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે મોદી મુસ્લિમ દોશોની મુલાકાતે પહોચ્યા અને અને ત્યા મોદીજીનું સમ્માન કરવામાં આવ્યું ,કોપણ અરબી દેશો એ પાકિસ્તાનને સનમર્થન ન આપ્યું,આથી વિશેષ વાત તો એ છે કે મુસ્લિમ સમુદાયના  સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠને પણ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા ન આપી ,ફેબ્રૂઆરી મહિનામાં ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈકના સમયે ઓઆઈસીને ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપ્યુ ત્યારે પણ પાકિસ્તાને આ વાતનો પૂરજોશમાં વિરોધ કર્યો.

છેલ્લા કેટલાક સમયથી યૂએઈ ભારતના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યું છે. ભારતમાં યુએઈના રાજદૂતે કલમ-37૦ના નિર્ણય પર જણાવ્યું હતું કે, અમને આશા છે કે તાજેતરના ફેરફારોથી કાશ્મીરમાં સામાજિક ન્યાય અને સલામતીમાં સુધારો થશે અને આ ક્ષેત્રમાં સ્થિરતા-શાંતિને પ્રોત્સાહન મળશે. યુએઈ ભારતના એક મોટા આર્થિક ભાગીદાર તરીકે ઉભરી આવ્યો છે અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતે આ સ્વીકાર્યું છે. જ્યારે યુએઈએ પીએમ મોદીને તેમનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી તેમનું સમ્માન કરવામાં આવ્યું. ત્યારે કુરેશીએ કહ્યું કે આરબ દેશો ભારતમાં આર્થિક ફાયદા સાથે જોડાયેલા છે જેથી પાકિસ્તાન માટે તેમના તરફથી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવું સરળ રહેશે નહીં. અફઘાનિસ્તાનને કાશ્મીરમાં ખેંચવા બદલ પાકિસ્તાની સેનાના મિત્ર તાલિબાને પણ પાકિસ્તાને ઠપકો આપ્યો હતો.

કાશ્મીરના હાલના ઘટના ક્રમ મુજબ સાઉદી અરબે ભારતની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ સાથે 15 અરબ ડોલરનું રોકાણ કર્યું છે,સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન જ્યારે પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઈમરાન ખાન પોતે તેમનેગાડી લઈને લેવા ગયા હતા તે છતા પણ ઈમરાન ખાનને તેઓ તરફથી કોઈ જ મદદ મળી નહી,ઓપી જિંદલ ગ્લોબલ યૂનિવર્સિટીમાં ઈંટરનેશનલ અફેયર્સ સ્કુલના ડીન શ્રીરામ ચૌલિયા કહે છે કે,”સાઉદીના દ્રષ્ટીકોણથી ભારતને કાઈપણ પ્રકારની મદદની અનિવાર્યતા નથી, ભારત એક એવું સ્થાન છે જ્યા તેઓ ખૂબ પૈસા બનાવી શકે છે,જ્યારે પાકિસ્તાનની સ્થિતિ વિરુદ્વ છે,ભારતની અર્થ વ્યવ્સ્થાની તૂલના પાકિસ્તાન કરતા 9 ગણી વધુ છે”.

પાકિસતાન માટે હવે ખરેખર કઠીન સમય આવી ચૂક્યો છે, હવે તે વિશ્વભરના મુસ્લિમોનો રક્ષક બનવાનો ઢોંગ બંધ કરે અને ઈસ્લામિક રમત રમવાનું બંધ કરે,વિશ્વભરમાં પાકિસ્તાન ચિલ્લાઈ ચિલ્લાઈને અડધુ થઈ ગયું છે, છતા પણ કોઈ દેશ તેને સાંભળવા તૈયાર નથી કારણ કે હવે સમય બદલાય ચૂક્યો છે. દરેક મુસ્લિમ દેશ અને દરેક મુસ્લિમ જનતાન પણ પાકિસ્તાનના નાપાક ઈરાદાથી વાકેફ થઈ ચૂકી છે જેથી હવે પાકિસ્તાને આશા છોડી દેવી જોઈએ કે ઈસ્લામિક દેશ તેના સપોર્ટમાં આવે,પાકિસ્તાનનો આ ધાર્મિક ખેલ પણ હવે સમાપ્ત થયો છે, છતા પણ હજુ પાકિસ્તાન ભારત સાથે જીહાદી રમત રમવાના પ્રયત્ન કરી શકે છે પરંતુ તેમા પણ તે નાકામ સાબિત થશે.

 ઓક્ટોબર મહિનામાં, વૈશ્વિક આતંકી સંગઠનોના ભંડોળને અટકાવવા વાળી  ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે સંસ્થા હવે પાકિસ્તાન પર સંપૂર્ણ નજર રાખે છે અને હવે પાકિસ્તાને તમામ રીતે બ્લેકલિસ્ટ થવાનું ટાળવું પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો આઈએમએફ દ્વારા મંજૂર થયેલ 6 અરબ ડોલરનું  પેકેજ જોખમમાં આવી શકે છે. જ્યારે ઇમરાન ખાનને  પણ કાશ્મીરમાં જીહાદી જૂથોના ઉપયોગ કરવા વિશે પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમે જેહાદી સંગઠનોને ચલાવવાની મંજૂરી આપીશું નહીં.

કાશ્મીર પર પાકિસ્તાન પાસે હવે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે અને તે પોતાનાજ દેશમાં પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે.ત્યારે હવે  જોવાનું એ રહ્યું કે શું પાકિસ્તાન સારા અને ખરાબ તાલિબાનોની તર્જ પર ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપતું રહે છે. પાકિસ્તાનની વિદેશી અને સુરક્ષા નીતિનું સંપૂર્ણ ધ્યાન શરૂઆતથી જ કાશ્મીર હતું, પરંતુ હવે પાકિસ્તાનની અંદર કાશ્મીર વિશેની ચર્ચાની દિશા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.