1. Home
  2. revoinews
  3. સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો
સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો

સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો

0
  • ડાઉન-ટુ-અર્થ પીએમ નરેન્દ્ર મોદી
  • રશિયાથી ફોટો સેશન વખતના વીડિયોની ચર્ચા
  • સોશયલ મીડિયા પર પીએમ મોદીનો વીડિયો વાઈરલ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રગાઢપણે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આ વાતનું ઉદાહરણ રશિયા મુલાકાત દરમિયાન થયેલા એક ફોટોસેશનમાં જોવા મળ્યું હતું. પીએમ મોદીએ આ ફોટોસેશનમાં પોતાના માટે રાખવામાં આવેલો સોફો હટાવી અને અન્ય લોકોની જેમ ખુરશી મૂકાવી હતી. પીએમ મોદીના ડાઉન-ટૂ-અર્થ હોવાનું ઉદાહરણ કાયમ કરતો રશિયાથી આવેલો વીડિયો સોશયલ મીડિયા પર ખાસી ચર્ચાનું કારણ બન્યો છે અને આ વીડિયો ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે.

આ વીડિયો રેલવે પ્રધાન પિયૂષ ગોયલે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરતા લખ્યું છે કે ‘PM @NarendraModiજીની સરળતાનું ઉદાહરણ આજે ફરીથી જોવા મળ્યું, તેમમે રશિયામાં પોતાના માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાને હટાવીને અન્ય લોકો સાથે સામાન્ય ખુરશી પર બેસવાની ઈચ્છા વ્યક્ કરી.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના વ્લાદિવોસ્તોક શહેર ખાતે પહોંચ્યા હતા. શુક્રવારે સવારથી જ પીએમ મોદી રશિયાની બે દિવસની મુલાકાત લઈને ભારત પાછા ફર્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.