Site icon Revoi.in

જય શ્રીરામ કહેનારાઓને મમતા બેનર્જી મોકલી રહ્યા છે જેલમાં: પીએમ મોદી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં કહ્યુ છે કે મે બે વખત દીદીને ફોન કર્યો, પરંતુ તેમણે વાત કરી નહીં. તેમણે કહ્યુ છે કે હું હાલ ઓડિશાથી ફેનીને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરીને અહીં આવ્યો છું. અહીં પશ્ચિમ બંગાળમાં જે પરિસ્થિતિ બની છે, તેનાથી હું સારી રીતે પરિચિત છું.

પીએમ મોદીએ કહ્યુ છે કે હું પશ્ચિમ બંગાળના લોકોને ફરીથી ભરોસો આપું છું કે કેન્દ્ર સરકાર પુરી શક્તિથી પશ્ચિમ બંગાળની જનતાની સાથે ઉભી છે અને રાહતના કામમાં રાજ્ય સરકારને દરેક પ્રકારનો સહયોગ કરી રહી છે. કેન્દ્ર સરકારે પુરી સતર્કતાથી રાહત અને બચાવની કામગીરીમાં લાગેલી છે. તેમણે કહ્યુ છે કે દીદી જય શ્રીરામ કહેનારાઓને જેલમાં મોકલી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે પશ્ચિમ બંગાળના બાળકો પણ ટ્રિપલ ટી ટેક્સથી પરિચિત છે. આ ટ્રિપલ ટી ટેક્સ છે- તૃણમૂલ તોલાબાજી ટેક્સ. કોલેજમાં એડમિશન હોય, ટીચરની ભરતી હોય અથવા ટ્રાન્સફર હોય, લોકો જણાવે છે કે તમામ સ્થાનો પર તૃણમૂલ તોલાબાજી ટેક્સ લાગે છે.

આના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ફેની વાવાઝોડાંને કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે સોમવારે હવાઈ સર્વેક્ષણ કર્યું અને રાજ્યમાં રાહત કાર્યો માટે 1000 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયતા ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી છે. મોદીએ વાવાઝોડાંથી પહેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાની વ્યાપક મુહિમ માટે નવીન પટનાયક સરકારના વખાણ કર્યા છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે બે-બે લાખ રૂપિયા અને ચક્રવાતના કારણે ઘાયલ થયેલા લોકો માટે પચાસ-પચાસ હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. આના પહેલા પણ કેન્દ્ર સરકારે રાજ્ય માટે 381 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. રાજ્યમાં વાવાઝોડાંને કારણે ભારે તબાહી મચી છે અને તેને કારણે 34 જેટલા લોકોના મોત નીપજ્યા છે.