Site icon Revoi.in

‘ગંદી નાલી કા કીડા’, ‘પાગલ કુત્તા’, ‘ભસ્માસુર’, ‘ગંગૂ તેલી’, સભાના મંચ પરથી પીએમ મોદીને શા માટે યાદ આવી ગાળો?

Social Share

કુરુક્ષેત્ર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર તેમને અપશબ્દો કહેવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ પ્રેમવાળી ડિક્શનેરીમાંથી મારા માટે જાતભાતની ગોળો પસંદ કરે છે અને કોંગ્રેસે મારી માતાને પણ છોડી નથી. કુરુક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે મે તેમના ભ્રષ્ટાચારને રોક્યો અને તેમના વંશવાદને પડકાર્યો. જેના કારણે પ્રેમના નામ પર તેઓ મને ગાળો આપે છે.

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસે તેમની સરખામણી હિટલર, દાઉદ ઈબ્રાહીમ, મુસોલિની વગેરે સાથે કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે હું મારા ઘરે હરિયાણા આવ્યો છું અને કુરુક્ષેત્ર સચ્ચાઈની ધરતી છે. માટે અહીંથી હું દેશવાસીઓને તેમની પ્રેમવાળી ડિક્શનેરી અને તેઓ મારા માટે કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે, તેના સંદર્ભે જણાવીશ.

તેમણે આ ટીપ્પણી એવા સમયે કરી છે કે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યુ હતુ કે મોદી ભલે તેમના પિતા રાજીવ ગાંધીનું અપમાન કરે, પરંતુ મારા માનમાં વડાપ્રધાન માટે પ્રેમ છે. મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના એક નેતાએ મને ગંદી નાળીનો કીડો કહ્યો, એક નેતાએ મને પાગલ કુતરો કહ્યો, એખે મને ભસ્માસુર કહ્યો. વિદેશ મંત્રી રહેલા કોંગ્રેસના નેતાએ મને બંદર કહ્યો, જ્યારે એકે મારી સરખામણી ભસ્માસુર સાથે કરી. તેમણે કહ્યુ કે મારી માતાનું પણ અપમાન કરવામાં આવ્યું અને પુછવામાં આવ્યું કે મારા પિતા કોણ છે અને યાદ રાખો મારા વડાપ્રધાન બન્યા બાદ આ બધું કહેવામાં આવ્યું.

તેમણે હરિયાણામાં બીજી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ પહેલા તેમણે ફતેહાબાદમાં જાહેરસભાને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે એવા વ્યક્તિને ટિકિટ આપી જે તેમના ટુકડા-ટુકડા કરવાની વાત કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈએ પણ કોંગ્રેસના નેતાઓના આ વ્યવહાર સંદર્ભે સવાલ કર્યો નથી.

પીએમ મોદીએ કહ્યુ છે કે જે મારા ટુકડા ટુકડા કરવાની વાત કરે છે, કોંગ્રેસ તેમને ટિકિટ આપીને તેનું સમર્થન કર્યું અને તેનું મનોબળ વધાર્યું. એટલા માટે કે તે મોદીના ટુકડા-ટુકડા કરવા માગે છે. તેમણે કહ્યુ છે કે હું જાણું છું કે જાહેરમંચ પર આવા પ્રકારના શબ્દો બોલવા ઠીક નથી. બાળકો સ્કૂલો-કોલેજોમાં ભણે છે. તેઓ પણ મારા ભાષણને સાંભળી રહ્યા છે. પરંતુ તેમણે (કોંગ્રેસના નેતાઓ દ્વારા વપરાતી) આવી ભાષાને શીખવી પણ જોઈએ નહીં અને બોલવી પણ જોઈએ નહીં.