1. Home
  2. revoinews
  3. આતંકી સંગઠન જૈશના નિશાના પર પીએમ મોદી,શાહ અને ડોભાલઃ- આતંકી હુમલાની આપી ધમકી
આતંકી સંગઠન જૈશના નિશાના પર પીએમ મોદી,શાહ અને ડોભાલઃ- આતંકી હુમલાની આપી ધમકી

આતંકી સંગઠન જૈશના નિશાના પર પીએમ મોદી,શાહ અને ડોભાલઃ- આતંકી હુમલાની આપી ધમકી

0

પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આતંકવાદીઓના નિશાના પર છે,જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પછી આતંકી સંગઠન જૈશ-એ-માહમ્મદે બદલો લેવાની ધમકી આપી છે,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૈશે દેશના 30 મોટા શહેરો પર હુમલો કરવાની ધમકી આપી છે,

આ શહેરોમાં જમ્મુ-કાશ્મીર,પઠાનકોટ,અમૃતસર,જયપુર,ગાઁધીનગર,કાનપુર અને લખનઉનો સમાવેશ થાય છે,આ 30 શહેરોની સાથે સાથે દેશના ચાર મોટા હવાઈમથકો પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી છે,ઉલ્લેખનીય છે કે,જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કર્યા બાદ આતંકવાદી સંગઠન બોખલાય ગયુ છે,પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ ભારતમાં હુમલા માટે સરહદ પારથી આતંકીઓને ભારતમાં ઘૂસપેઠ કરાવાના સતત પ્રયત્ન કરાવી રહી છે.

ગુપ્ત એજન્સી પાસેથી મળેલી આ માહિતી પછી એલર્ટ જાહેર કરવામાં આવી છે, રિપોર્ટ મુજબ જૈશ-એ-મોહમ્મદના 10 આતંકીઓના એક મોડ્યૂલ જમ્મુ-કાશ્મીરમાં એરફઓર્સ બેઝ પર આતંકવાદીઓ આત્મધાતી હુમલો કરી શકે છે, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને દિલ્હી ગાઝિયાબાદના તમામ મોટા એરફોર્સ સ્ટેશનોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં શ્રીનગર, અવંતિપુરા, જમ્મુ, પઠાણકોટ, હિંડન એરબેઝને ઓરેન્જ એલર્ટ જોહેર કરવામાં આવ્યા છે. એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓને એરફોર્સ સ્ટેશનની સુરક્ષાની વ્યવ્સ્થા કરવા કહેવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.