
જુઓ VIDEO: નીતિન ગડકરીના ઘરની બહાર યુવા કોંગ્રેસના દેખાવો, પોલિસ પર સ્કૂટર ઉછાળ્યું
નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં યૂથ કોંગ્રેસે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના નિવાસ સ્થાનની બહાર દેખાવો કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ એક સ્કૂટર ઉપાડ્યું હતું પરંતુ પોલિસે હસ્તક્ષેપ કર્યા બાદ સ્કૂટરને નીચે પાડ્યું હતું. નોંધનીય છે કે, નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડની જોગવાઇને કારણે લોકોનો આક્રોશ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ સરકારે દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે. ગુજરાત બાદ છત્તીસગઢ અને રાજસ્થાન જેવા કોંગ્રેસ શાસિત રાજ્યમાં પણ આવા સમાચારો મળી રહ્યા છે.
#WATCH Delhi: Indian Youth Congress (IYC) holds protest outside the residence of Nitin Gadkari, the Union Minister of Road Transport & Highways, against the amended provisions of the Motor Vehicle Act. pic.twitter.com/OJawhb1OHL
— ANI (@ANI) September 11, 2019
ભારે દંડની જોગવાઇ
ગત 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ અનેક જગ્યાએથી ભારે દંડની રકમ વસૂલાઇ હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ગુરુગ્રામમાં ટૂ વ્હીલરના માલિક પર રૂ.56000નો દંડ ફટકારાયો છે. સોમવારે દિલ્હીની રોહિણી કોર્ટમાં 1 લાખ 41 હજાર 700 રૂપિયાના ચલણ કપાયાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે રાજસ્થાનના આ ટ્રકના માલિકે ચલણની સંપૂર્ણ રકમની ભરપાઇ કરી છે. તે ઉપરાંત દિલ્હીમાં એક સ્કૂટી ચાલક પાસેથી રૂ.25000 ના ચલણ કપાયાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો.
દંડની ભારે રકમના વિરોધ બાદ સૌથી પહેલા ગુજરાતમાં દંડની રકમ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. જો કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કોઇ રાજ્ય આવું ના કરી શકે. ગુજરાત બાદ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ દંડની રકમ ઓછી થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.