1. Home
  2. revoinews
  3. હરિયાણા: અંબાલા કેંટમાં મજૂરો પર દીવાલ પડી, 5નાં મોત
હરિયાણા: અંબાલા કેંટમાં મજૂરો પર દીવાલ પડી, 5નાં મોત

હરિયાણા: અંબાલા કેંટમાં મજૂરો પર દીવાલ પડી, 5નાં મોત

0

હરિયાણાના અંબાલા કેંટમાં ગત રાત્રે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. જેમાં અંદાજે 5 લોકોનો મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે. હકીકતમાં, અંબાલા કેંટમાં દીવાલ પડવાથી ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના શુક્રવારે મોડી રાતની અંબાલા કેંટ સ્થિત કિંગ પેલેસની છે.

દુર્ઘટનાની જાણ બાદ દુર્ઘટનાસ્થળ પર પોલિસની ટીમ પહોંચી છે અને મૃતકોના શવોને કબ્જામાં લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. હાલ પોલિસે મામલો નોંધ્યો છે અને તપાસ આદરી છે. જણાવી દઇએ કે ઇમરજન્સીમાં પોલિસની સાથે ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. દીવાલ પડવાની દુર્ઘટનામાં એક બાળક અને તેની માતા ઘાયલ થયા છે. તેને ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

પોલિસ દ્વારા અપાયેલી જાણકારી અનુસાર મૃતકોમાં મોટા ભાગે મજૂરો છે. પોલિસ અનુસાર આ લોકો જૂની દીવાલ પાસે આવેલી ચાલીમાં રહેતા હતા. દુર્ઘટના વખતે આ દરેક મજૂરો પોતાના બાળકો સાથે રહેતા હતા. ત્યારે અચાનક તેઓ પર દીવાલ પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.