1. Home
  2. revoinews
  3. લો બોલો! પોલિસકર્મીને વાનરે કરી હેડ મસાજ! વાયરલ થયો આ વીડિયો
લો બોલો! પોલિસકર્મીને વાનરે કરી હેડ મસાજ! વાયરલ થયો આ વીડિયો

લો બોલો! પોલિસકર્મીને વાનરે કરી હેડ મસાજ! વાયરલ થયો આ વીડિયો

0

ઉત્તર પ્રદેશમાં પોલિસ સ્ટેશનની અંદરનો એક વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને આપ પણ અચંબિત થઇ જશો. એક વાનરે પોલિસ સ્ટેશનમાં એક પોલિસકર્મીને હેડ મસાજ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ પોલિસના ADL સુપ્રિટેંડેંટ રાહુલ શ્રીવાસ્તવે આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક પોલિસકર્મી કામ કરવામાં મશગુલ છે અને એક વાનર તેના માથા પર ચડીને હેડ મસાજ કરી રહ્યો છે. પીલીભીત પોલિસ વિભાગની આ ઘટના છે. વાનર અને પોલિસકર્મી એકબીજાને પરેશાન કર્યા વગર પોત પોતાના કામમાં ગળાડુબ છે.

રાહુલ શ્રીવાસ્તવે વીડિયો શેર કરતા લખ્યું હતું કે પીલીભીતના આ ઇન્સપેક્ટરનો અનુભવ દર્શાવે છે કે જો આપ પણ આપના કામમાં કોઇ ખલેલ નથી ઇચ્છતા તો અરીઠા, શિકાકાઇ કે કોઇ સારા શેમ્પૂનો ઉપયોગ કરો. ટ્વીટર પર વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ અંચબિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.