1. Home
  2. revoinews
  3. ગોરખપુર ઑક્સિજન કાંડ: 60 બાળકોના મોત પર આવ્યો રિપોર્ટ, ડૉ.કફીલ નિર્દોષ
ગોરખપુર ઑક્સિજન કાંડ: 60 બાળકોના મોત પર આવ્યો રિપોર્ટ, ડૉ.કફીલ નિર્દોષ

ગોરખપુર ઑક્સિજન કાંડ: 60 બાળકોના મોત પર આવ્યો રિપોર્ટ, ડૉ.કફીલ નિર્દોષ

0
  • 60 બાળકોના મોત મામલે ડૉ.કફીલ ખાન દોષમુક્ત
  • ડૉ.કફીલે બાળકોને બચાવવાની કોશિશ કરી હતી – રિપોર્ટ
  • બીઆરડી અધિકારીઓએ કફીલને તપાસ રિપોર્ટ સોંપ્યો

ગોરખપુર ઑક્સિજન કાંડમાં સસ્પેન્ડેડ ડૉક્ટર કફીલ ખાનને દરેક આરોપોમાંથી આરોપમુક્ત કરાયો છે.યૂપીના ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કૉલેજમાં ઑગસ્ટ 2017માં ઑક્સિજનની કમીને કારણે 60 બાળકોના મોત થયા હતા. ત્યારબાદ આ મામલામાં ડૉક્ટર કફીલને સસ્પેન્ડ કરાયો હતો.

પ્રમુખ સચિવ ખનિજ અને ભૂતત્વ વિભાગની આગેવાનીમાં થયેલી તપાસ બાદ ડૉક્ટર કફીલ પર લગાવેલા આરોપોમાં તથ્ય સામે નહોતું આવ્યું. રિપોર્ટ અનુસાર, કફીલે ઘટના સમયે બાળકોને બચાવવાની સંપૂર્ણ કોશિશ કરી હતી. આ રીતે ડૉ.કફીલ પર લગાવેલા દરેક આરોપો ખોટા છે.

ગોરખપુર ઑક્સિજન કાંડમાં લાગેલા આરોપોને કારણે કફીલે 9 મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા. ત્યારબાદ તેઓ જામીન પર હતા. જો કે હજુ સુધી તેઓ સસ્પેન્ડેડ હતા. ડૉ.કાફીલે સીબીઆઇ તપાસની માંગ કરી હતી.

આ મામલે તપાસ અધિકારી હિમાંશુ કુમાર, પ્રમુખ સચિવને યૂપીના ચિકિત્સા વિભાગે 18 એપ્રિલના રોજ રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર કફીલે લાપરવાહી નથી કરી અને એ રાત્રે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કર્યો હતા.

કફીલે કહ્યું ધન્યવાદ
ડૉક્ટર કફીલ ખાને લોકોને ધન્યવાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. કફીલ ખાને તપાસ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે યોગી સરકારે માની લીધુ છે કે કફીલ ખાનની કોઇ ભૂલ નહોતી. આ મામલામાં તેની કોઇ ભૂલ ના હોવા છતાં તેને વિલન તરીકે રજૂ કરાયો હતો.

શું હતો મામલો
ગોરખપુરની બીઆરડી મેડિકલ કૉલેજમાં ઑક્સિજન ની કમીને કારણે પાંચ દિવસમાં 60 બાળકોના મોત થયા હતા. આ મામલે ડૉ.કફીલ સહિત 9 લોકો પર આરોપ હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.