
સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર વિદ્યાર્થીનીને નજરબંધ કરાઇ
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ કરનારી શાહજહાંપુરની લૉ વિદ્યાર્થીનીને હાઉસ અરેસ્ટ કરાઇ છે. મામલામાં તપાસ કરી રહેલી SIT એ સ્વામીથી ગેરવર્તનના મામલે વિદ્યાર્થીનીને નજરબંધ કરી છે. વિદ્યાર્થીનીના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલિસ ફોર્સ તૈનાત કરાઇ છે. કોઇપણ સમયે વિદ્યાર્થીનીની ધરપકડ થાય તેવી શક્યતા છે. આ મામલે 3 આરોપીઓની પહેલા જ ધરપકડ કરાઇ છે.
પકડાયેલા ત્રણ યુવકો પક બ્લેકમેલિંગનો આરોપ છે. ત્રણેય આરોપીઓના નામ સંજય સિંહ, વિક્રમ અને સચિન છે.
નોંધનીય છે કે સ્વામી ચિન્મયાનંદ લાંબી પ્રતિક્ષા બાદ જેલના સળીયા પાછળ છે. 20 સપ્ટેમ્બરે એસઆઇટીની ટીમે ચિન્મયાનંદની તેના ઘરથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને 14 દિવસ માટે જેલ મોકલ્યા છે. 23 સપ્ટેમ્બરના રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં ચિન્મયાનંદને રજૂ કરાશે.