
ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલામાં સુપ્રીમની સખ્તાઇ, CBIને 2 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા આદેશ
ઉન્નાવ રેપ પીડિતા સાથે થયેલી માર્ગ અકસ્માતની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે CBIને ઝડપી તપાસ પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. સીબીઆઇને બે સપ્તાહની અંદર તપાસ પૂરો કરવાનો આદેશ અપાયો છે. તે ઉપરાંત એમ્સ હોસ્પિટલમાં જ પીડિતા માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરાય તેવી સંભાવના છે. હકીકતમાં, વિશેષ ન્યાયાધીશે પીડિતાની તપાસ માટે એમ્સમાં જ કોર્ટ ચાલુ કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટને તેના પર ઝડપી નિર્ણય લેવા કહ્યું છે.
જણાવી દઇએ કે ઉન્નાવ રેપ પીડિતાની દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાના વકિલની હાલત ખૂબ જ ગંભીર છે. સીબીઆઇએ માર્ગ અકસ્માતના મામલે પીડિતાનું નિવેદન નોંધ્યું છે. પીડિતાએ નિવેદનમાં આ દુર્ઘટનાને ષડયંત્ર કહ્યું છે.
નોંધનીય છે કે 28 જુલાઇના રોજ રાયબરેલીતી ઉન્નાવ પરત આવવા સમયે ટ્રકે પીડિતાની કારને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પીડિત યુવતીની બે મહિલા સંબંધીઓના મોત નિપજ્યા હતા. તેના વકીલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.