
એન્કરનો દાવો: ‘મહામૃત્યુંજય જાપથી મોત થાય છે પરાજિત’ લોકો બોલ્યા – શું તેનાથી બેરોજગારી પણ ખત્મ થઇ જશે, ઇકોનૉમી પણ સુધરી જશે?
હિંદુ ધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાંથી એક મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર. કહેવાય છે કે મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. એક ટીવી ચેનલ પર મહામૃત્યુંજય મંત્રની અસરને લઇને એક કાર્યક્રમ પ્રસારિત કરાયો હતો. જેના પર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. જણાવી દઇએ કે હાલમાં ઝી ન્યૂઝ ચેનલના ચર્ચિત શો ડીએનએમાં મહામૃત્યુંજય મંત્રને લઇને એક કાર્યક્રમ પ્રસારિત કરાયો હતો. જેમાં એન્કર સુધીર ચૌધરીએ કહ્યું હતું કે હાલમાં જ દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થયેલા એક રિસર્ચનો ઉલ્લેખ કરાયો હતો.
એન્કરે કહ્યું કે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ગત દિવસોમાં મગજની ઇજાથી ઝઝુમી રહેલા દર્દીઓ પર મહામૃત્યુંજય મંત્રના જાપની અસર જોવા માટે એક રિસર્ચ કરાયું હતું. એન્કર અનુસાર, રિસર્ચ 40 દર્દીઓ પર કરાયું હતું. જેમાંથી 20 દર્દીઓને મહામૃત્યુંજય સંભળાવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 20ને જાપ નહોતા સંભળાવામાં આવ્યા.
એન્કરે જણાવ્યું કે રિસર્ચ કરનાર ડૉક્ટરોએ જોયું કે જે 20 દર્દીઓ પર મહામૃત્યુંજય જાપ કરાયો હતો તેમાંથી 18ની હાલતમાં સુધારો થયો હતો જ્યારે જેના પર આ જાપ નહોતા કરાયા તેની હાલતમાં કોઇ સુધારો નહોતો જોવા મળ્યો.
નોંધનીય છે કે એન્કર સુધીર ચૌધરીએ આ પ્રોગ્રામનો વીડિયો તેના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેના પર લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું કે શું મહામૃત્યુંજય જાપથી અર્થવ્યવસ્થા સુધરી શકે છે?, મોંઘવારી પર કાબૂ મેળવી શકાય? બંધ થયેલા કારખાનાઓને પાછા ચાલુ કરી શકાય છે? મિડ ડે મીલમાં નૂન રોટીની જગ્યાએ પોષ્ટિક આહાર દઇ શકાય છે?
જ્યારે એક યૂઝરે લખ્યું કે મારે 150 વર્ષ જીવવું છે. શું આ જાપથી એ શક્ય છે. જો કે કેટલાક યૂઝરે તેનું સમર્થન પણ કર્યું હતું અને મહામૃત્યુંજય મંત્રની મહત્તાનો સ્વીકાર કર્યો હતો.