
ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષ પ્રદ્યોત બર્મને રાજીનામુ આપ્યું, પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા
ત્રિપુરામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યોત દેબ બર્મને રાજીનામુ આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં મોટા પદો પર સામેલ કરાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આજે હું શાંતિ અનુભવી રહ્યો છું કારણ કે આજે મારે જુઠ્ઠા અને ક્રિમિનલ સાથે વાત નથી કરવી પડી.
પ્રદ્યોત બર્મને ટ્વીટર પર એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આજે સવારે તેને ઉઠીને રિલેક્સ ફીલ થયું હતું. આજના દિવસની શરૂઆત જુઠ્ઠા અને અપરાધીઓને સાંભળ્યા વગર કરી રહ્યો છું. આજે મને એ ચિંતા નથી કે મારો કોણ સાથે મારી પીઠ પાછળ ખંજર ભોકી રહ્યો છે. હાઇ કમાનથી એ પણ સાંભળવા નથી પડી રહ્યું કે કેવા ભ્રષ્ટ લોકોને પાર્ટીના ઉચ્ચ પદ પર બેસાડાય.
Thank you for all your support ! I will miss you all and i love you . I am sorry if i couldnt do enough for u but i really tried @DebjaniLaskar @BaptuTripuraINC @arnikasaha3 @ShreyasiINC @BiswajitINC @PrasenjitDas_ @pujanbiswaspyc @tanmoydharTPYC @HollywoodChakma @amitkrsaha_INC pic.twitter.com/NHUUFIzuGU
— Pradyot_Tripura (@PradyotManikya) September 24, 2019
કોંગ્રેસ હાઇકમાન પર પ્રહાર કરતા પ્રદ્યોત બર્મને કહ્યું હતું કે આજે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે તેઓને અહેસાસ થયો કે આ વસ્તુઓને કારણે તેના સ્વાસ્થ્ય અને જીવનને કેટલુ નુકસાન વેઠવું પડ્યું હતું. આવું એ માટે થયું કે તેઓ ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં ઉચ્ચ પદે બિરાજમાન કરવા માટે તૈયાર ન હતા. મે આ વસ્તુઓથી જીતવા માટે કોશિશ કરી પરંતુ હું હારી ગયો, કારણ કે હું શરૂઆતથી જ એકલો હતો.