
દિલ્હીમાં ઘૂસ્યા જૈશના 3-4 આત્મઘાતી આતંકી, અનેક જગ્યાએ દરોડા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તહેવારની સીઝનને ધ્યાનમાં રાખતા આતંકી દિલ્હીમાં હુમલાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, જૈશના ત્રણ-ચાર આત્મઘાતી આતંકવાદી આ સમયે દિલ્હીમાં ઉપસ્થિત છે. આ બધા જ પાસે આધુનિક હથિયાર હોવાની આશંકા છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ બાદ દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલ અનેક ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે અને સર્ચ ઓપરેશન જારી છે.
રેલવે અને મેટ્રો સ્ટેશન પર એલર્ટ
આતંકી હુમલાની આશંકાને જોતા રાજધાનીમાં પોલિસે એલર્ટ જારી કર્યું છે. સાર્વજનિક સ્થળોની સુરક્ષા વધારી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને પોલિસ દળ પણ તૈનાત કરાયું છે.
પંજાબમાં પણ થઇ ધરપકડ
એક દિવસ પહેલા બુધવારે દિલ્હીથી નજીક પંજાબમાં પોલિસે એક આતંકીની ધરપકડ કરી હતી. જે મોટા હુમલાની તૈયારીમાં હતો. તે પહેલા SIT એ અમૃતસરથી ત્રણ બદમાશોની ધરપકડ કરીને તેની પાસેથી પાંચ AK47, બે રાઇફલ જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. પરંતુ તેઓની દરેક કોશિશ નાકામ થતા હવે તેઓ ડ્રોનથી ભારતમાં હથિયાર મોકલી રહ્યા છે. હાલમાં જ પંજાબમાં ચાર આતંકીઓની ધરપકડ બાદ SITને 4 ડ્રોન વિમાન પણ મળ્યા હતા. જેમાંથી ત્રણ સંપૂર્ણપણે નષ્ટ થઇ ચૂક્યા હતા.