1. Home
  2. revoinews
  3. પાકિસ્તાનથી નહીં ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા: વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન
પાકિસ્તાનથી નહીં ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા: વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન

પાકિસ્તાનથી નહીં ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા: વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન

0

ભારતે કંગાળ પાકિસ્તાનને આતંકવાદ ખત્મ કરવા માટે ચેતવણી આપી છે. હકીકતમાં, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતને પાકિસ્તાન સાથે નહીં પરંતુ ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે. પાકિસ્તાને કાશ્મીર માટે આતંકવાદી ઉદ્યોગ બનાવ્યો છે. ન્યૂયૉર્કમાં સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટીના કાર્યક્રમમાં એસ જયશંકરે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધો મહદ અંશે ઓછા કરી દીધા હતા. પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયુક્તને પણ અહીંયાથી હાંકી કાઢ્યા હતા.

એસ જયશંકરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાત કરવામાં ભારતને કોઇ સમસ્યા નથી. પરંતુ ટેરરિસ્તાન સાથે વાત કરવામાં પરેશાની છે. વાતચીત માટે માત્ર પાકિસ્તાન બની રહેવું જરૂરી છે. કલમ 370 હટાવવાથી દેશની બાહ્ય સીમાઓ પર કોઇ અસર નથી થઇ.

જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કર્યા બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા અનેક રૂપમાં સામે આવી રહી છે. પાકિસ્તાને લાંબા સમયથી એક આતંકી ફેક્ટરી બનાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાને એ વાતનો સ્વીકાર કરવો પડશે કે તેઓએ જે પણ મૉડલ પોતાના માટે બનાવ્યા છે. તેનું દરેક મોડલ તેના માટે લાંબા સમય સુધી કામ નહીં કરે તેવી સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.