1. Home
  2. revoinews
  3. ચંદ્રબાબુ નાયડુ અને તેના પુત્ર લોકેશને કરાયા નજરબંધ, વિરોધમાં ભૂખ હડતાળ શરૂ
ચંદ્રબાબુ નાયડુ અને તેના પુત્ર લોકેશને કરાયા નજરબંધ, વિરોધમાં ભૂખ હડતાળ શરૂ

ચંદ્રબાબુ નાયડુ અને તેના પુત્ર લોકેશને કરાયા નજરબંધ, વિરોધમાં ભૂખ હડતાળ શરૂ

0

તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડૂ અને તેના પુત્ર નારા લોકેશને નજરબંધ કરાયા છે. હકીકતમાં, આંધ્રપ્રદેશમાં ટીડીપી નેતાની હત્યા વિરુદ્વ આજે ચંદ્રબાબુ નાયડુ પ્રદર્શન કરવાના હતા. પોલિસે નાયડૂ અને તેના પુત્રને ઘરથી નીકળવા સમયે રોક્યા હતા અને બન્નેને હાઉસ અરેસ્ટ કરાયા હતા.

તે વિરુદ્વ ચંદ્રબાબુ નાયડુએ તેના ઘરે જ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ભૂખ હડતાળનું એલાન કર્યું હતું. આ એલાન પછી સમર્થકો નાયડુના ઘરે જઇ રહ્યા હતા, પોલિસે તેઓને રોક્યા હતા અને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

અગાઉ ટીડીપીના મહાસચિવ અને એમએલસીના નારા લોકેશ અથમાકુરમાં થઇ રહેલા પ્રદર્શનોમાં શામેલ થવા જઇ રહ્યા હતા, તો પોલિસે તેને રોક્યા હતા. પોલિસે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી. પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ જે અથમાકુર જઇ રહ્યા હતા, તેની પણ અટકાયત કરાઇ હતી.

પાર્ટી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના અમરાવતી સ્થિત નિવાસસ્થાન તરફ જઇ રહેલા નેતાઓને પણ પોલિસે રોક્યા હતા. પૂર્વ મંત્રી પી પુલ્લા રાવ, નક્કા આનંદ બાબૂ, અલ્પપતિ રાજા, સિદ્વ રાધવ રાવ, દેવનેની ઉમામહેશ્વર રાવ, સાંસદ એમ ગિરિ, જી રામમોહન,પૂર્વ સાંસદ બોંડા ઉમા, વાઇવીબી રાજેન્દ્ર પ્રસાદ અને તેલુગુ યુવતાના અધ્યક્ષ દેવીનેની અવિનાશને પણ નજરબંધ કરાયા છે. નાયડુએ આજે સવારે પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પોલિસ કાર્યવાહીની પણ નિંદા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.