1. Home
  2. revoinews
  3. UAPAમાં સંશોધનનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી માંગ્યો જવાબ
UAPAમાં સંશોધનનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી માંગ્યો જવાબ

UAPAમાં સંશોધનનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી માંગ્યો જવાબ

0
  • UAPA સંશોધન બિલ સંસદમાં કરાયું હતું પસાર
  • એક્ટના સંશોધન વિરુદ્વ સુપ્રીમમાં કરાઇ અરજી
  • અરજીમાં સંશોધન બંધારણ વિરુદ્વ હોવાનો દાવો

અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રીવેન્શન એક્ટ (UAPA) માં થયેલા સંશોધન વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમમાં સુનાવણી થઇ હતી. અરજીમાં કાનૂનના સંશોધનને પડકાર અપાયો છે. અરજી મુજબ આ કાનૂન બંધારણની કલમ 14,19 અને 21ની વિરુદ્વ છે. જણાવી દઇએ કે સંસદમાં પસાર થયેલા બિલ અનુસાર કેન્દ્ર સરકાર કોઇપણ વ્યક્તિને આતંકવાદીની શ્રેણીમાં નાખી શકે છે.

દિલ્હીના રહેવાસી સજલ અવસ્થીએ અરજી દાખલ કરી હતી કે UAPA 2019 બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોથી વિરુદ્વ છે. તે ઉપરાંત એક NGO એસોસિએશન ઑફ પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સે પણ તેને પડકાર આપ્યો છે.

શું છે UAPA સંશોધન?
UAPA હેઠળ આતંકી પ્રવૃત્તિઓ કે ગેરકાનૂની ગતિવિધિઓમાં કોઇ શખ્સની સંડોવણી હોય કે તેના પર શંકા હોય તો તેને કોઇપણ પ્રકારના વોરંટ કે તપાસ વગર તેની ધરપકડ કરી શકાય છે. આ દરોડા દરમિયાન અધિકારીઓ કોઇપણ સામગ્રીને જપ્ત કરી શકે છે. આરોપીને તેમાં જામીન માટે અરજી કરવાનો અધિકાર નથી અપાતો તેમજ પોલિસને ચાર્જશીટ દાખલ કરવા માટે 90ને બદલે 180 દિવસનો સમય અપાય છે. આ વર્ષે જૂન માસમાં આ જ એક્ટ હેઠળ પાંચ સંદિગ્ધોની ધરપકડ કરાઇ હતી.

શું છે વિવાદ?
આ કાનૂનનું એક વિવાદાસ્પદ પાસુ એ છે કે સરકાર જે પણ સંગઠનને ગેરકાનૂની સંગઠન, આતંકવાદી સંસ્થા અથવા સંગઠન માને છે, તો તે સંગઠનના સદસ્યોની ધરપકડ કરી શકાય છે. વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટ કરી હતી કે આ જ સંદર્ભે ધરપકડ કરાયેલા પાંચ શખ્સોમાં મુંબઇમાં રહેતા અરુણ ફરેરા છે જેની 2007માં પણ ધરપકડ કરાઇ હતી. તેને શહેરી માઓવાદી દર્શાવાયા હતા. અરુણ ફરેરાને પાછળથી દરેક મામલાઓમાંથી મુક્ત કરાયા હતા, પરંતુ તેમણે પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.