1. Home
  2. revoinews
  3. પાકે ફરી દોહરાવી તેની નાપાક હરકતો, બૉર્ડર પર જોવા મળી ડઝન જેટલી રબર બોટ
પાકે ફરી દોહરાવી તેની નાપાક હરકતો, બૉર્ડર પર જોવા મળી ડઝન જેટલી રબર બોટ

પાકે ફરી દોહરાવી તેની નાપાક હરકતો, બૉર્ડર પર જોવા મળી ડઝન જેટલી રબર બોટ

0

પાકિસ્તાન સતત તેની નાપાક હરકતો દોહરાવીને જમ્મૂ કાશ્મીરમાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યું છે. પાકના દરેક પગલાં પર સુરક્ષા એજન્સીઓની નજર છે. ગુપ્તચર વિભાગોને લાઇન ઑફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર કેટલીક રબર બોટ દેખાઇ છે. તેના બાદ સેના એલર્ટ પર છે.

ગુપ્તચર એજન્સીઓને બૉર્ડરની પાસે લૉન્ચ પેડ પર અનેક રબર બોટ જોવા મળી છે. ત્યારબાદ સેનાની વોટર બૉડીઝે ત્યાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. એજન્સીઓ અનુસાર આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે આ રબર બોટ્સનો ઉપયોગ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર અખનૂર અને કઠુઆની આસપાસ 13 નાની-મોટી રબર બોટ્સને સ્પૉટ કરાઇ છે. આ એલર્ટ બાદ ગુરેજ સેકટરમાં સુરક્ષા વધુ સઘન કરાઇ છે. તે ઉપરાંત આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે કૃષ્ણા ઘાટી પર નદીના રસ્તાનો ઉપયોગ કરે તેવી પણ આશંકા છે.

નોંધનીય છે કે વર્ષ 2011માં પણ આતંકીઓ આ જ રસ્તે ભારતમાં ઘૂસ્યા હતા. કેટલાક દિવસ પહેલા જ સંદેશો મળ્યો હતો કે આતંકીઓ ભારતમાં ઘૂસવા માટે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ નૌ સેના એલર્ટ પર હતી. હવે આતંકીઓ નદી-નહેર મારફતે પણ ઘૂસણખોરી કરે તેવી આશંકાને જોતા સેના એલર્ટ પર છે.

પાકિસ્તાન ભારતમાં આંતકીઓને ઘૂસાડી શકે તે માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે દરેક વખતે પાકની નાપાક હરકતોને ભારતીય સેના નાકામ કરી દે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.