1. Home
  2. revoinews
  3. ઓડિશામાં દેશનું સૌથી મોટું સાડા 6 લાખ રૂપિયાનું ચલણ કપાયું, તોડ્યા દરેક રેકૉર્ડ
ઓડિશામાં દેશનું સૌથી મોટું સાડા 6 લાખ રૂપિયાનું ચલણ કપાયું, તોડ્યા દરેક રેકૉર્ડ

ઓડિશામાં દેશનું સૌથી મોટું સાડા 6 લાખ રૂપિયાનું ચલણ કપાયું, તોડ્યા દરેક રેકૉર્ડ

0

દેશમાં 1 સપ્ટેમ્બર 2019થી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે. આ એક્ટ અંતર્ગત દેશમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ ભરવાની જોગવાઇ છે. આ દિશામાં જ ઓડિશામાં અત્યારસુધીનું સૌથી મોટું ચલણ કપાયું છે. ચલણની રકમ સાંભળીને તમે પણ ચોંકી જશો. જી હા, સંબલપુરમાં ટ્રાફિક નિયમ તોડનાર એ  ટ્રક માલિક પાસેથી 6 લાખ 53 હજાર રૂપિયાનું અધધ..રકમનું ચલણ કપાયું છે. ઓડિશા પરિવહન વિભાગે 7 ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રક માલિકને ચલણની રશીદ સોંપી હતી.

રિપોર્ટ અનુસાર, ટ્રક માલિક શૈલેશ શંકર લાલ ગુપ્તા ગત પાંચ વર્ષથી ટેક્સની ચૂકવણી નહોતા કરતા. તે ઉપરાંત સતત ટ્રાફિક નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ઓડિશા પરિવહન વિભાગે ટ્રક માલિકને જનરલ ઑફિસ, હવા અને ધ્વનિ પ્રદૂષણના માનકોનું ઉલ્લંઘન, વીમા સહિત અનેક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ કુલ મળીને 6 લાખ 53 હજાર 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

દિલ્હીમાં કપાયું 2 લાખ રૂપિયાનું ચલણ
અગાઉ દિલ્હીમાં ટ્રાફિક નિયમો તોડનાર પર ભારે દંડ ફટકારાયો હતો. અહીંયા એક ટ્રકનું 2 લાખ રૂપિયાનું ચલણ કપાયું હતું. રામ કિશન નામના ટ્રક ડ્રાઇવરને દંડ તરીકે 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. HR 69C7473 હરિયાણા નંબરના ટ્રકમાં 43 ટન રેતી ભરેલી હતી. જ્યારે લોડિંગ માત્ર 25 ટન સુધી મંજૂરી છે. તેથી 18 ટન વધુ હોવાથી ચલણ કપાયું હતું. ટ્રક માલિકે તેના બચાવમાં કહ્યું હતું કે તેઓ આ નિયમથી અજાણ હતા અને તેની સાથે અન્યાય થયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.