
સીતારમણના એલાન પર સીતારામનો પ્રહાર – કહ્યું – આ માત્ર ઘોટાળો, RBIના પૈસા કૉર્પોરેટ પર લૂંટ્યા
- સરકારના એલાન પર યેચુરીનું નિશાન
- નવા એલાનોને બતાવ્યો – ઘોટાળો
- RBIના પૈસા કૉર્પોરેટને આપવાનો આરોપ
કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે શુક્રવારે અનેક મોટા એલાન કરાયા હતા. નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું હતું. પરંતુ વિપક્ષી નેતાઓને સરકારના આ નિર્ણયો પસંદ નહોતા આવ્યા. સીપીઆઇ નેતા સીતારામ યેચુરીએ સરકાર પર પ્રહાર કરતા તેને એક પ્રકારનું સ્કેન્ડલ ગણાવ્યું હતું.
સીતારામ યેચુરીએ લખ્યું હતું કે આરબીઆઇથી જે 1.76 લાખ કરોડ રૂપિયા લીધા હતા, તેમાંથી 1.45 લાખ કરોડ હવે કૉર્પોરેટને ટ્રાંસફર કર્યા છે. આ એક પ્રકારનું સકેન્ડલ છે. આ કોઇપણ રીતે માંગને પહોંચી નહીં વળે, પરંતુ તેનાથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે અને લોકોના હાથમાં પૈસા નહીં આવે.
સીપીઆઇ નેતાએ સતત ટ્વીટ કરતા લખ્યું હતું કે આ સરકાર અંતર્ગત ગ્રામીણ મજૂરી ઘટી રહી છે, મનરેગા મજૂરી પણ સ્થિર છે. જ્યારે મજૂરોને સૌથી વધુ પૈસાની જરૂરિયાત હતી, તો પૈસા કોર્પોરેટને દઇ દીધા. આ મૂડીવાદનું ઉદાહરણ છે.
સીતારામ યેચુરીએ વધુ પ્રહારો કરતા લખ્યું હતું કે હાઉડી મોદીના કાર્યક્રમ પહેલા આ એલાન કરાયા છે? એટલે કે બહારના સટ્ટાબાજોને છૂટ આપવાની તૈયારી છે. આઝાદી બાદ ભારત સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને આપણને માત્રને માત્ર સરકસ જોવા મળી રહ્યું છે.