
બાલસાહેબને વચન આપ્યું હતું..એક દિવસ શિવસેનાના CM હશે: ઉદ્વવ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ વચ્ચે બીજેપી અને શિવસેનાના ગઠબંધનની બેઠકોના વિભાજનને લઇને લોકોમાં ઉત્સુકતા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે ગઠબંધનની બેઠકોને લઇને વિભાજન અંગે આજ-કાલમાં એલાન કરી દેવાશે. બેઠક વિભાજનને લઇને અમિત શાહ સાથે અંતિમ વાત થઇ ચૂકી છે.
પૂનામાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્ર સીએમ પર કટાક્ષ કર્યો હતો. શિવસેના પ્રમુખે કહ્યું કે અમે બન્ને (સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ ઉદ્વવ ઠાકરે) બેઠક વિભાજનને લઇને વાત કરી રહ્યા હતા અને આ વચ્ચે પિતૃપક્ષનો મુદ્દો સામે આવ્યો હતો. તો મે કહ્યું હતું કે મારો પક્ષ માત્ર પિતૃ છે અને પાર્ટીના દરેક કાર્યકરો પક્ષ છે.
ઉદ્વવ ઠાકરેએ બાલસાહેબને યાદ કરતા કહ્યું હતું કે મે બાળાસાહેબને જુબાન આપી હતી કે એક દિવસ અમારી પાસે શિવસેનાના મુખ્યમંત્રી હશે. જ્યારે શિવસેનાની શરૂઆત થઇ હતી ત્યારે અમે સિતારાઓ વિશે બહુ નહોતા વિચારતા.
ઉદ્વવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવારથી ઇડીની પૂછપરછ મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે સંઘર્ષ સાથે ખૂબજ મેળવ્યું છે કોઇએ અમને કંઇ નથી આપ્યું. તેથી મને એ જોઇને ખુશી નહીં થાય કે શરદ પવાર સાથે શું થયું કે અજીત પવારે શું કર્યું.