
શારદા ચિટ ફંડ કેસ: કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI એ ફરી સમન્સ પાઠવ્યું, થઇ શકે છે પૂછપરછ
વરિષ્ઠ આઇપીએસ અધિકારી અને કોલકાતાના પૂર્વ ઉચ્ચ પોલિસ અધિકારી રાજીવ કુમાર દ્વારા સીબીઆઇને શારદા ઘોટાળા મામલાની તપાસ સંબંધે વધુ સમય દેવાની માંગ કરતા ઇમેલ મોકલાયાના 2 દિવસ બાદ તપાસ એજન્સીએ રાજીવ કુમારને સોમવારે બપોર બાદ ફરી તેની સમક્ષ રજૂ થવા માટે સમન્સ પાઠવ્યું છે.
તપાસ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે અમે કુમારને કોલકાતામાં આજે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એજન્સીએ પોલિસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ અને પશ્વિમ બંગાળના ગૃહ સચિવને મોકલેલા પત્રમાં પૂર્વ પોલિસ અધિકારી વિરુદ્વ સમન્સની સૂચના અપાઇ છે.
પૂછપરછ માટે સીઆરપીએફની એક કંપની સોલ્ટ લેકમાં સીબીઆઇ કાર્યાલય પર તૈનાત કરાશે. તેથી કાનૂન અને વ્યવસ્થા જળવાઇ રહે.
સીબીઆઇએ પૂછપરછ માટે કુમારને શનિવારે સમન્સ પાઠવ્યું હતું. સીબીઆઇએ કોલકાતા હાઇકોર્ટથી તેને ધરપકડથી મળેલું અંતિમ સંરક્ષણ પાછું ખેંચ્યા બાદ કર્યું હતું. કોર્ટે શારદા ચિટ ફંડ મામલે કોલકાતા પોલિસ આયુક્તને ધરપકડથી સંરક્ષણ આપ્યું હતું. કોર્ટે કુમારને 30 મે સુધી અંતરિમ સંરક્ષણ આપ્યું હતું અને તેને અનેકવાર વધારાયું હતું.