1. Home
  2. revoinews
  3. ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસ: પીડિતાને મોટી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી
ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસ: પીડિતાને મોટી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસ: પીડિતાને મોટી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

0

યૌન શોષણના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદથી 5 કરોડની ખંડણી માંગવાને મામલે કોર્ટે પીડિત વિદ્યાર્થીનીને મોટી રાહત આપતા હાલમાં તેની ધરપકડ પર રોક લગાવી છે. પીડિતાએ શાહજહાંપુરની એડીજે ફર્સ્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. હવે કોર્ટમાં પીડિતાના વચગાળાના જામીન પર 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. કોર્ટે એસઆઇટીને પણ સાક્ષી રજૂ કરવાના નિર્દેશ કર્યો છે.

અગાઉ SITએ પીડિત છાત્રાને અટકાયતમાં લઇને પૂછપરછ કરી હતી. આ મામલામાં SITએ ધરપકડ કરાયેલા બે આરોપી વિક્રમ અને સચિનને રિમાંડમાં લીધા છે. એસઆઇટી બન્નેને રાજસ્થાન લઇ જવાની તૈયારી કરી રહી છે. જણાવી દઇએ કે SIT ખંડણી મામલે સંજય સિંહ, વિક્રમ સિંહ અને સચિન સેંગરને જેલ મોકલી ચૂકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.