
ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસમાં SIT એ પીડિત વિદ્યાર્થીનીની અટકાયત કરી, કરાશે પૂછપરછ
એસએસ લૉ કૉલેજની LLM વિદ્યાર્થીની પર રેપ અને યૌન શોષણના મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ જેલમાં બંધ છે. બીજી તરફ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડની ખંડણી માંગવાના મામલે પણ SIT એ તપાસ ઝડપી બનાવી છે. એસઆઇટીએ પૂછપરછ માટે મંગળવારે પીડિત વિદ્યાર્થીનીની અટકાયત કરી હતી. જાણકારી અનુસાર, એસઆઇટી એક ગાડીમાં પીડિતાની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન પીડિતાના પિતા અને ભાઇ પણ ઉપસ્થિત છે. આ પહેલા SITએ મામલામાં ધરપકડ કરાયેલા બે આરોપી વિક્રમ અને સચિનને રિમાંડમાં લીધા છે. એસઆઇટી આ બન્નેને રાજસ્થાન લઇ જવાની તૈયારીમાં છે.
સૂત્રોનુસાર એસઆઇટી બન્નેને રાજસ્થાનમાં ફેંકાયેલા મોબાઇલને લઇને પણ પૂછપરછ કરશે. જણાવી દઇએ કે SIT ખંડણી મામલે સંજય સિંહ, વિક્રમ સિંહ અને સચિન સેંગરને જેલ મોકલી ચૂકી છે. પાંચ કરોડની ખંડણી માંગવાને મામલે થાના કોતવાલી ક્ષેત્રમાં ચિન્મયાનંદના વકીલે કેસ નોંધાવ્યો હતો.
યૌન શોષણ અને બ્લેકમેલિંગ મામલે તપાસ કરી રહેલા SIT ના પ્રમુખ નવીન અરોડા અનુસાર ચિન્મયાનંદને બ્લેકમેલ કરવાના મામલે પીડિત વિદ્યાર્થીનીની પણ સંડોવણી છે. સાક્ષી મળવા પર તેના વિરુદ્વ પણ કાર્યવાહી કરાશે. અગાઉ પીડિતાએ ધરપકડ પર રોક લગાવવા માટે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી.