1. Home
  2. revoinews
  3. ચિન્મયાનંદે તેનો ગુનો કબૂલ્યો – કહ્યું- મસાજ માટે વિદ્યાર્થીનીને બોલાવી હતી, શરમ અનુભવું છું
ચિન્મયાનંદે તેનો ગુનો કબૂલ્યો – કહ્યું- મસાજ માટે વિદ્યાર્થીનીને બોલાવી હતી, શરમ અનુભવું છું

ચિન્મયાનંદે તેનો ગુનો કબૂલ્યો – કહ્યું- મસાજ માટે વિદ્યાર્થીનીને બોલાવી હતી, શરમ અનુભવું છું

0
  • યૌન શોષણ મામલે સ્વામી ચિન્મયાનંદની ધરપકડ
  • કોર્ટે તેને 14 દિવસન ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
  • SIT સમક્ષ ચિન્મયાનંદે તેનો ગુનો કબૂલ્યો

શાહજહાંપુર યૌન શોષણ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને તેની વિરુદ્વ લાગેલા આરોપોનો પણ સ્વીકાર કર્યો છે. મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નો દાવો છે કે ચિન્મયાનંદે પીડિત યુવતીને મસાજ માટે બોલાવવામાં તેની ભૂલ સ્વીકારી છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના પ્રમુખ નવીન અરોડાએ કહ્યું હતું કે સ્વામી ચિન્મયાનંદે તેની વિરુદ્વ લાગેલા દરેક આરોપોનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ બાબતે શરમ અનુભવતા હોવાથી વધુ કંઇ કહેવા નથી માંગતા.

જણાવી દઇએ કે યૌન શોષણ મામલે ધરપકડ કરાયેલા સ્વામી ચિન્મયાનંદને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. તે ઉપરાંત તેના ત્રણ સહયોગીઓની પણ SIT એ ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ યુવકો પર બ્લેકમેલિંગમાં શામેલ હોવાનો આરોપ છે.

SITના સૂત્રોનુસાર, પકડાયેલા ત્રણ યુવકોને પણ ચિન્મયાનંદની સાથે જ સીજેએમ અદાલતમાં રજૂ કરાયા હતા. એસઆઇટી અનુસાર આ સંપૂર્ણ મામલે સ્વામીની સાથોસાથ આ ત્રણ યુવકોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.