
ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી યુવતીની ધરપકડ, 14 દિવસ માટે જેલ મોકલાઇ
• સ્વામી ચિન્મયામંદથી 5 કરોડની ખંડણી માંગવાનો મામલો
• પીડિતાના બે મિત્રોને રિમાંડમાં લવાયા હતા
• યુવતીએ દાખલ કરેલી આગોતરા જામીન માટેની અરજી પર કાલે સુનાવણી
શાહજહાંપુર કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી પીડિતાની ધરપકડ કરાઇ છે. સ્થાનિક કોર્ટે યુવતીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. યુવતી પર ચિન્મયાનંદ પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ યુવતી અને તેના ત્રણ સાથીઓ પર પોલિસે કેસ દાખલ કર્યો હતો. ધરપકડ બાદ પીડિતાને મેડિકલ માટે લઇ જવાઇ છે.
સ્વામી ચિન્મયાનંદથી ખંડણી માગવાના મામલે એસઆઇટીએ બુધવારે કોતવાલી પોલિસ સાથે આરોપી યુવતીની અટકાયત કરી હતી. અટકાયત બાદ વિદ્યાર્થીનીને કોતવાલી લઇ જવામાં આવી હતી. મેડિકલ બાદ યુવતીને જેલ લઇ જવાશે.
ધરપકડ પર ઉત્તર પ્રદેશ પોલિસના ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી વિદ્યાર્થીનીની તેની પાસેથી ખંડણી માંગવાની કોશિશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આગોતરા જામીન પર સુનાવણી કાલે
કોર્ટે આગોતરા જામીન માટે 26 સપ્ટેમ્બરે SITથી તથ્ય રજૂ કરવા કહ્યું હતું. જો કે SIT એ તેની ધરપકડ કરી હતી. એસઆઇટી ચીફ નવીન અરોડા રાત્રે જ પરત ફર્યા હતા અને તેના પરત ફરતા જ આજે સવારે કાર્યવાહી કરીને ઘરથી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. યુવતીએ દાખલ કરેલી આગોતરા જામીન માટેની અરજી પર 26 સપ્ટેમ્બરે સુનાવણી થશે.