
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની શાહજહાપૂર યૌન શોષણ કેસમાં ધરપકડ
શાહજહાપુર કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરાઇ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) શાહજહાપુરથી જ ચિન્મયાનંદની ધરપકડ કરી હતી. હવે તેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઇને જઇ રહ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં ભારે ફોર્સ તૈનાત છે.
Shahjahanpur: BJP leader Swami Chinmayanand has been arrested in connection with the alleged sexual harassment of a UP law student. pic.twitter.com/gxZxr81qN6
— ANI UP (@ANINewsUP) September 20, 2019
જણાવી દઇએ કે લૉની એક વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. શાહજહાપુર જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ બાદ ચિન્મયાનંદને આજે જ અદાલતમાં રજૂ કરાશે.
નોંધનીય છે કે લૉની એક વિદ્યાર્થીનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેનાથી જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ આરોપના સંદર્ભે શુક્રવારે SITની ટીમે 7 કલાક સુધી સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ કરી હતી.
સ્વામી ચિન્મયાનંદના દરેક સવાલો વિદ્યાર્થીની અને તેના પર લગાવેલા આરોપો વિશે જ પૂછાયા હતા. ચિન્મયાનંદને પૂછાયું કે તેનાથી જોડાયેલા વીડિયોનું સત્ય શું છે? તેઓ વિદ્યાર્થીનીને કઇ રીતે ઓળખે છે? અને વિદ્યાર્થીની દ્વારા તેના પર લગાવાયેલા બળાત્કારના આરોપો વિશે તેનું શું કહેવું છે? SITએ કૉલેજની હૉસ્ટેલના ઓરંડામાં મળેલા પુરાવાઓના આધારે પણ તેની પૂછપરછ કરી હતી.