1. Home
  2. revoinews
  3. શાહજહાંપુર: યૌન શોષણ કેસના આરોપી ચિન્મયાનંદને 14 દિવસ માટે જેલ મોકલાયા
શાહજહાંપુર: યૌન શોષણ કેસના આરોપી ચિન્મયાનંદને 14 દિવસ માટે જેલ મોકલાયા

શાહજહાંપુર: યૌન શોષણ કેસના આરોપી ચિન્મયાનંદને 14 દિવસ માટે જેલ મોકલાયા

0
  • એક વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ વિરુદ્વ બળાત્કારનો કર્યો હતો આરોપ
  • સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચિન્મયાનંદની કરી ધરપકડ
  • હવે 14 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે

ટશાહજહાંપુર યૌન શોષણ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરાઇ છે. અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. UPની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચિન્મયાનંદની શાહજહાપુરથી જ ધરપકડ કરી હતી. ત્યારબાદ શાહજહાપુરની જિલ્લા અદાલતે તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાંથી તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે સ્વામી ચિન્મયાનંદને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે.

જણાવી દઇએ કે લૉની એક વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. શાહજહાપુર જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ બાદ ચિન્મયાનંદને આજે જ અદાલતમાં રજૂ કરાશે.

નોંધનીય છે કે લૉની એક વિદ્યાર્થીનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેનાથી જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ આરોપના સંદર્ભે શુક્રવારે SITની ટીમે 7 કલાક સુધી સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ કરી હતી.

સ્વામી ચિન્મયાનંદના દરેક સવાલો વિદ્યાર્થીની અને તેના પર લગાવેલા આરોપો વિશે જ પૂછાયા હતા. ચિન્મયાનંદને પૂછાયું કે તેનાથી જોડાયેલા વીડિયોનું સત્ય શું છે? તેઓ વિદ્યાર્થીનીને કઇ રીતે ઓળખે છે? અને વિદ્યાર્થીની દ્વારા તેના પર લગાવાયેલા બળાત્કારના આરોપો વિશે તેનું શું કહેવું છે? SITએ કૉલેજની હૉસ્ટેલના ઓરંડામાં મળેલા પુરાવાઓના આધારે પણ તેની પૂછપરછ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.