1. Home
  2. revoinews
  3. રાહુલ ગાંધી રાજનૈતિક રૂપમાં માત્ર એક બાળક – રાજ્યપાલ મલિક
રાહુલ ગાંધી રાજનૈતિક રૂપમાં માત્ર એક બાળક – રાજ્યપાલ મલિક

રાહુલ ગાંધી રાજનૈતિક રૂપમાં માત્ર એક બાળક – રાજ્યપાલ મલિક

0

જમ્મૂ-કાશ્મીરને લઇને આજે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા 24 દિવસોમાં જમ્મૂ કાશ્મીરમાં એક પણ વ્યક્તિએ જાન નથી ગુમાવી એ અમારા માટે એક મોટી સફળતા છે. અમારો મુખ્ય ઉદ્દેશ જમ્મૂ કાશ્મીરમાં કાનૂન-વ્યવસ્થા જળવાઇ રહે તેવો છે. અમારા માટે દરેક કાશ્મીરીની જાન કિંમતી છે. કેટલાક લોકો જે હિંસક થવાની કોશિશ કરી રહ્યા હતા તે ઘાયલ થયા છે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં ઇન્ટરનેટ પ્રતિબંધ પર કહ્યું હતુંકે ઇન્ટરનેટ આતંકવાદીઓ અને પાકિસ્તાન માટે હથિયાર બની ગયું છે. અમે કુપવાડા અને હંદવાડામાં મોબાઇલ સેવા ચાલુ કરીશું. ટૂંક સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ ટેલિફોન સેવા પૂર્વવત કરાશે.

જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલે રાજ્યના યુવાવર્ગ માટે ભેટની લ્હાણી કરતા જણાવ્યું હતું કે આજે જમ્મૂ કાશ્મીર પ્રશાસનમાં 50 હજાર નોકરીઓની જાહેરાત કરીએ છીએ. રાજ્યપાલે જમ્મૂ કાશ્મીરના યુવાઓને નોકરી માટે પૂરજોશમાં તૈયારી કરવાની અપીલ કરી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે આગામી 2-3 મહિનાઓમાં નિયુક્તિ પૂર્ણ કરાશે.

જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને રાજનૈતિક રીતે બાળક કહ્યું હતું. તેમણે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા તરીકે વ્યવહાર નથી કરી રહ્યા, પરંતુ તેમણે એક પરિપક્વ વ્યક્તિ તરીકે વર્તન કરવું અનિવાર્ય હતું. જમ્મૂ કાશ્મીરના બાળકોના માતાપિતાને બાળકોને સ્કૂલ મોકલવા માટે દબાણ ના કરી શકાય અને દુકાનદારોને પણ ફરીથી દુકાન ખોલવા માટે મજબૂર ના કરી શકાય. તેઓ માત્ર ઇચ્છે છે કે આ પ્રકારના લોકો માટે કલમ 370 ફરીથી લાગુ ના કરી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.