
PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન – જલ્દી હશે ભારતનો હિસ્સો
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે PoK ભારતનો હિસ્સો છે. તે ઉપરાંત PoK જલ્દી ભારતનો ભૌગોલિક હિસ્સો હશે તેવો પણ એસ જયશંકરે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત કલમ 370 આતંરિક મુદ્દો હોવાનું પણ કહ્યું હતું.
#WATCH: External Affairs Minister Dr Subrahmanyam Jaishankar says, "Our position on PoK (Pakistan Occupied Kashmir) has always been and will always be very clear. PoK is part of India and we expect one day that we will have the physical jurisdiction over it." pic.twitter.com/XpK0aPspmE
— ANI (@ANI) September 17, 2019
જણાવી દઇએ કે કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ મોદી સરકારના અનેક મંત્રીઓ PoK પર નિવેદન આપી ચૂક્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ભારતનો આગામી એજન્ડા પીઓકેને હાંસલ કરવાનો છે.
સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે આ ભારતનો આતંરિક મામલો છે. પાકિસ્તાન સાથે કલમ 370નો મુદ્દો છે જ નહીં. તેઓની સાથે આતંકવાદનો મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય કલમ 370 પરની અમારી સ્થિતિને સમજે છે.