1. Home
  2. revoinews
  3. રશિયાથી S-400 ડીલ પર વિદેશ મંત્રીની USને ચેતવણી – કોઇ દેશ અમારી ખરીદીની બાબત પર દખલ ના કરે
રશિયાથી S-400 ડીલ પર વિદેશ મંત્રીની USને ચેતવણી – કોઇ દેશ અમારી ખરીદીની બાબત પર દખલ ના કરે

રશિયાથી S-400 ડીલ પર વિદેશ મંત્રીની USને ચેતવણી – કોઇ દેશ અમારી ખરીદીની બાબત પર દખલ ના કરે

0
  • રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર જયશંકરનું નિવેદન
  • અમેરિકાને ભારતની ખરીદીની બાબતે દખલ ના કરવા સંકેત આપ્યો
  • ભારત-રશિયા વચ્ચે આ સમજૂતીથી અમેરિકા છે નારાજ

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા તરફથી પ્રતિબંધના ખતરા છતાં રશિયાથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે બેઠક બાદ જયશંકરે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સ્વતંત્ર છે. તેના પર કોઇપણ દેશે દખલગીરી ના કરવી જોઇએ. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે કોઇ અન્ય દેશ અમને સૂચના આપે કે અમારે શું ખરીદવું જોઇએ અને શું નહીં.

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા યાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમે હંમેશા કહીએ છીએ કે અમે જે પણ ખરીદીએ ચીએ, સૈન્ય ઉપકરણો જ્યાંથી પણ લઇએ છીએ તેના પર અમારો અધિકાર છે. ભારતે ક્યાં દેશ પાસેથી શું ખરીદવું જોઇએ અને શું નહીં તેની પસંદગીનો અધિકાર માત્ર ભારતનો છે. આ વાત સમજવી દરેકના હિતમાં છે.

ભારત-રશિયાની સમજૂતી પર અમેરિકાની નારાજગી
જણાવી દઇએ કે ભારતે 5.2 અરબ ડૉલરની પાંચ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર ગત વર્ષે સહમતિ દર્શાવી હતી. રશિયાએ કહ્યું તેના પર સમીક્ષા થઇ રહી છે. રશિયાની યૂક્રેન તેમજ સીરિયામાં સૈન્ય સમાવેશ તેમજ અમેરિકી ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને કારણે અમેરિકાએ 2017 ના કાનૂન હેઠળ તે દેશો પર પ્રતિબંધની જોગવાઇ રાખી છે જે રશિયા પાસેથી મોટા હથિયાર ખરીદે છે. રશિયા સાથેની ભારતની સમજૂતી પર અમેરિકા નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે.

ઇરાનને લઇને ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટ
જયશંકરે અમરિકા સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધોની સરાહના કરી હતી પરંતુ ઇરાનના સંદર્ભે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૃષ્ટિકોણને લઇને ભારતના મતભેદને રેખાંકિત કર્યો હતો. જણાવી દઇએ કે અમેરિકાએ ઇરાન પર દબાણ બનાવવા માટે દરેક દેશોને તેલ ખરીદવાથી રોકવા માટે તેના પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે.

વિદેશ મંત્રી એસ.જયશંકરે ઇરાન પર વાતચીતને લઇને આગળ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે ભારત માટે અમને વારંવાર ભરોસો અપાયો છે કે ઉર્જા પ્રતિ કિફાયતી પહોંચમાં કોઇ ફેરફાર નહીં થાય. જણાવી દઇએ કે ભારત ઇરાનના ચાબહાર બંદરનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી કરીને પાકિસ્તાન ના જઇને, અફઘાનિસ્તાન તરફથી આપૂર્તિ સુનિશ્વિત કરી શકાય.

શું છે S-400 ડિફેન્સ સિસ્ટમ
S-400 એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક છે. આ એક મોબાઇલ સિસ્ટમ છે. તેને આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યા પર લઇ જવાય છે. તે ઉપરાંત તેની હેરફેર માટે માત્ર 5 મિનિટનો સમય લાગે છે. આ ત્રણ મિસાઇલ એકસાથે છોડે છે જે ત્રણ લેયરની સુરક્ષા આપે છે. તે ઉપરાંત તેની રેન્જ 400 કિમીની છે. 30 કિમીની ઉંચાઇ સુધી પણ તે વાર કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.