
RBI એ PMC બેંકના ગ્રાહકોનો ભ્રમ દૂર કર્યો, કેશ લિમિટ પર આવું કહ્યું
અનેક પ્રકારની પાબંધીઓનો સામનો કરી રહેલા પીએમસીના ગ્રાહકોને આરબીઆઇએ ઝટકો આપ્યો છે. હકીકતમાં, આરબીઆઇએ પીએમસી બેંકથી રોકડ ઉપાડવાના સંર્દભે સ્પષ્ટતા કરી છે. આરબીઆઇએ કહ્યું કે 10 હજાર રૂપિયાની રોકડ ઉપાડી શકવાનો નિર્ણય અંતિમ નથી. અર્થાત્ બેંકોના ગ્રાહકોને કોઇ પ્રકારની રાહત મળી નથી. હજુ પણ બેંકના ગ્રાહકો માટે રોકડ ઉપાડવાની મર્યાદા માત્ર 1000 રૂપિયા જ છે.
RBI એ શું કહ્યું
RBI અનુસાર રોકડ ઉપાડની મર્યાદા વધારવાની ખબર ભ્રામક છે. બેંકે કહ્યું કે આ અંતિમ નિર્ણય નથી. હજુ અમે એ નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છે. જણાવી દઇએ કે મંગળવારે આરબીઆઇએ આગામી છ મહિના સુધી પીએમસી બેંક પર અનેક પાબંધીઓ લગાવી હતી. આરબીઆઇએ બેન્કિગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ આ કાર્યવાહી કરી હતી.
કન્યૂઝનનું કારણ શું હતું?
હકીકતમાં, મીડિયામાં એ ખબર ચાલી રહી હતી કે આરબીઆઇએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેંકમાંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા વધારી છે જ્યારે હકીકતમાં એવું નથી. આરબીઆઇએ ગુરુવારે પ્રેસ રિલીઝ દરમિયાન કહ્યું હતું કે જમાકર્તાઓ તેના બચત ચાલુ ખાતામાંથી કુલ શેષ રાશિમાંથી પહેલા ઉપાડેલા 1000 રૂપિયા સહિત 10,000 રૂપિયા સુધીની રાશિ ઉપાડવાની અનુમતિ દેવાઇ છે.