
RKS ભદોરિયાએ સંભાળી એરફોર્સની કમાન, રફાલ સહિત 26 પ્લેનમાં ઉડાન ભરી ચૂક્યા છે
એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ વાયુસેનાની કમાન સંભાળી છે. એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમને કમાન સોંપી હતી. આજે ધનોઆ ચીફ ઑફ એર સ્ટાફના પદથી નિવૃત થઇ ચૂક્યા છે.
Delhi: Air Chief Marshal BS Dhanoa demits office of the Chief of Air Staff on superannuation; Air Marshal Rakesh Kumar Singh Bhadauria takes charge as the Chief of the Indian Air Force. pic.twitter.com/VknFnrbPuB
— ANI (@ANI) September 30, 2019
એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા ભારતીય વાયુસેનાના સૌથી સર્વશ્રેષ્ઠ પાયલટમાંથી એક છે. ભદોરિયાએ અત્યારસુધી 26 પ્રકારના લડાકૂ અને પરિવહન વિમાનોને ઉડાડ્યા છે. તેમાં રફાલ પણ શામેલ છે.
રફાલ સોદામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા
આરકેએસ ભદોરિયા ફ્રાંસ સાથે હાલમાં થયેલી 36 રાફેલ લડાકૂ વિમાનની ખરીદીની સમજૂતીમાં પણ હિસ્સો હતા. તેઓ રફાલ ખરીદી ટીમના ચેરમેન રહી ચૂક્યા છે. જણાવી દઇએ કે તેને વાયુસેનાના નવા ચીફ બનાવવાનું એલાન 19 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.