1. Home
  2. revoinews
  3. પી ચિદમ્બરમ, આપને હવે જેલમાં કેવું લાગી રહ્યું છે? – અમર સિંહ
પી ચિદમ્બરમ, આપને હવે જેલમાં કેવું લાગી રહ્યું છે? – અમર સિંહ

પી ચિદમ્બરમ, આપને હવે જેલમાં કેવું લાગી રહ્યું છે? – અમર સિંહ

0
  • અમર સિંઘે પી ચિદમ્બરમને માર્યો મ્હેણો ટોણો
  • 19 સપ્ટેમ્બરની સાંજે કરી હતી અમર સિંઘે ટ્વીટ

રાજ્યસભા સાંસદ અમર સિંહ ટ્વીટર પર રાજનૈતિક નિવેદનો મારફતે હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. તેમણે જેલમાં બંધ વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને લઇને ગુરુવારે એક ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં અમર સિંહે ચિદમ્બરમ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બહાને મ્હેણો ટોણો માર્યો હતો કે ઇતિહાસ ખુદને દોહરાવે છે.

19 સપ્ટેમ્બરની સાંજે આ ટ્વીટમાં અમર સિંહે લખ્યું હતું કે પહેલી વાર હું મારા જૂના પરિચિત પી ચિદમ્બરમ માટે ઉંડી સહાનુભૂતિ અનુભવું છું. મારી કિડની ટ્રાંસપ્લાંટના ઠીક પછી તેની સરકાર બચાવવા છતાં તેમણે મને જેલ મોકલ્યો હતો અને હું એ જ જમીન પર તકિયા વિના સુતો હતો. આજે ઇતિહાસ ખુદને દોહરાવી રહ્યો છે. પી ચિદમ્બરમ, આપને કેવું લાગી રહ્યું છે?

પહેલા પણ જારી કર્યો હતો વીડિયો
નોંધનીય છે કે અત્યારે પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમ ભ્રષ્ટાચારના મામલે આરોપી છે અને તિહાડ જેલમાં કેદ છે. અમર સિંહે અગાઉ પણ ચિદમ્બરમ પર આરોપો માટે તેનો વીડિયો જારી કરી ચૂક્યા છે. આવા જ એક વીડિયોમાં અમર સિંહે હોસ્પિટલના બેડથી દાવો કર્યો હતો કે ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા પી ચિદમ્બરમે યૂપીએ સરકારમાં નાણા મંત્રી તરીકેની તેની સત્તા દરમિયાન અનેક કંપનીઓને પૈસા વેચ્યા હતા. તદુપરાંત અમર સિંહે દાવો કર્યો હતો કે વિડિયોકૉનના વેણુગોપાલ ધૂત, રિલાયન્સના અનિલ અંબાણી, ભૂષણ સ્ટીલ, દીવાન હાઉસિંગ સહિત તમામ કૉર્પોરેટ દિગ્ગજોને ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે જ લોન મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.