1. Home
  2. revoinews
  3. રાજસ્થાનના જોબનેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોનાં મોત
રાજસ્થાનના જોબનેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોનાં મોત

રાજસ્થાનના જોબનેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોનાં મોત

0

રાજસ્થાનના જોબનેરમાં ગુરુવારે ટ્રક અને જીપ વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થતા 7 લોકોના મોત થયા હતા. મૃતકો જીપમાં સવાર હતા. મૃતકોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાઓ સામેલ છે. જયપુર ગ્રામીણ એસપી શંકરદત્ત શર્મા ઘટનાની સૂચના મળતા જ પોલિસ દળ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. દુર્ઘટના એટલી ભયાવહ હતી કે શવોને જીપ કાપીને બહાર કઢાયા હતા.

જાણકારી અનુસાર, જીપમાં સવાર પરિવાર આસલપુરતી કાજીપુરા જઇ રહ્યો હતો ત્યારે જોબનેર કૉલેજની સામે આ માર્ગ અકસ્માત થયો હતો. અંદાજે 5 કિલોમીટર કૃષિ યુનિવર્સિટીના નવા કેમ્પસની ખોટી સાઇડથી આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી.

ટક્કર એટલી હદે ભીષણ હતી કે જીપનું એન્જિન પણ ગાડીથી અલગ થઇ ગયું હતું. ટ્રોલા જીપને 100 મીટર સુધી ઘસડી ગયો હતો. જેને કારણે સાત લોકોના મોત થયા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વીટ કરીને ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.