
દુર્ગા માતાના વિસર્જન દરમિયાન નદીમાં ડુબ્યા 10 લોકો, 7નાં મોત
રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી હતી. અહીંયા દુર્ગા માતાના વિસર્જન દરમિયાન 10 લોકો નદીમાં ડુબી ગયા હતા જેમાંથી 7 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર આ દુર્ઘટના દિલૌહી વિસ્તારના ભૂડા ઘાટની છે. માતાના વિસર્જન દરમિયાન ચંબલ નદીમાં 10 યુવકો ડુબી ગયા હતા, જેને કારણે ત્યાં અફરાતફરી મચી ગઇ હતી.
જાણકારી મળતા જ પ્રશાસન વિભાગના અધિકારીઓ અને પોલિસની ટીમ ઘટનાસ્થળ પહોંચી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. બે કલાકની જહેમત બાદ 7 લોકોના શવને બહાર કઢાયા હતા. જો કે હજુ ત્રણ લોકો લાપતા છે. SDRFની ટીમ હાલમાં તપાસ કરી રહી છે.