
1.45 લાખ કરોડની સૌથી મોંઘી ઇવેન્ટ હશે – ‘હાઉડી મોદી’ – રાહુલ ગાંધી
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મોરચે લેવાયેલા પગલાંઓને કારણે શેરબજારમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો. જો કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ સરકારના નિર્ણયો પર આપત્તિ દર્શાવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે શેરબજારમાં ઉછાળા માટે વડાપ્રધાન કંઇ પણ કરવા માટે તૈયાર છે. તે પણ ત્યારે જ્યારે તેનો #HowdyIndianEconomy નો ઉત્સવ ચાલી રહ્યો છે.
Amazing what PM is ready to do for a stock market bump during his #HowdyIndianEconomy jamboree.
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2019
At + 1.4 Lakh Crore Rs. the Houston event is the world's most expensive event, ever!
But, no event can hide the reality of the economic mess “HowdyModi” has driven India into.
રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે અમેરિકામાં થનારા હાઉડી મોદી કાર્યક્રમને પણ આડે હાથે લીધો હતો અને સરકાર તરફથી 1.45 લાખ કરોડની મહેસૂલ ખોટને પણ હાઉડી મોદી સાથે જોડી દીધી હતી. રાહુલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાની સૌથી મોંઘી ઇવેન્ટ બની રહેશે.
કોંગ્રેસ નેતાએ લખ્યું કે કોઇપણ ઇવેન્ટ આ સત્યને ના છુપાવી શકે કે, જ્યાં હાઉડી મોદી જેવો કાર્યક્રમ ભારતીય અંર્થતંત્રને લઇને ગયો છે.
એક તરફ રાહુલ ગાંધીએ આ નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયોને ઐતિહાસિક કરાર આપ્યો હતો. પીએમે ટ્વીટ કરીને આ નિર્ણયો માટે નાણા મંત્રની પ્રંશસા કરી હતી.