
ભારતીય વાયુસેનાની તાકાત વધી: વાયુસેનામાં લડાકૂ વિમાન રાફેલનો થયો સમાવેશ
ભારતને આખરે તેનું પહેલું રાફેલ લડાકૂ વિમાન મળ્યું છે. આ સાથે જ ભારતની સૈન્ય ક્ષમતા વધુ શક્તિશાળી થઇ છે. ફ્રાંસે ભારતીય વાયુસેનાને પહેલુ રાફેલ ફાઇટર જેટ સોંપ્યું હતું. ઉપ વાયુસેના પ્રમુખ એર માર્શલ વીઆર ચૌધરીએ એક કલાક સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. ફ્રાંસના આ આધુનિક લડાકૂ વિમાનની પ્રતિક્ષા દેશ લાંબા સમયથી કરી રહ્યો હતો. તેના પર વિવાદ પણ થયો છે પરંતુ દેશની વાયુસેનાની તાકાત વધારવા માટે રાફેલ ખૂબજ જરૂર હતું.
IAF receives first Rafale combat aircraft in France
— ANI Digital (@ani_digital) September 20, 2019
Read @ANI Stroy | https://t.co/eyZDm0fAHd pic.twitter.com/FZT0T7We0k
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 ઑક્ટોબરના રોજ ફ્રાંસમાં હશે અને અધિકૃત રીતે ભારત માટે આ લડાકૂ વિમાનને રિસીવ કરશે. 8 ઑક્ટોબરે વાયુસેના દિવસ પણ છે. તેવામાં રાફેલનું મળવું ભારત માટે ઐતિહાસિક તારીખ સાબિત થઇ શકે છે.
જણાવી દઇએ કે ઑક્ટોબર 2022 સુધી ભારતને 36 લડાકૂ વિમાન મળી જશે. 36 રાફેલ લડાકૂ વિમાનોની ડીલ પર 2016માં હસ્તાક્ષર થયા હતા. વાયુસેનાની યોજના છે કે રાફેલના એક-એક સ્ક્રોડોનને અંબાલા અને હાસિમરામાં તૈનાત કરાય. જેથી પાકિસ્તાન અને ચીન સામે હવાઇ સુરક્ષા પણ મજબૂત કરી શકાય.